ભારતીય સંસ્કૃતિમાં રક્ષાબંધનના પવિત્ર દિવસને બળેવના દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે જેમાં રક્ષાબંધનની સાથે સાથે પરંપરાગત રીતે ભારતીય સંસ્કૃતિ મુજબ બળેવના પાવન પર્વની પણ ભારે ધાર્મિક રીતી રિવાજ મુજબ ઉજવણી કરાય છે જેમાં બળેવના દિવસે બ્રાહ્મણો ભૂદેવો પોતાના શરીરે ધારણ કરેલ જનોઈ બદલવાનો કાર્યક્રમ રાખે છે જેમાં ધાર્મિક સ્થાન કે પછી સમાજની વાડી સહિતના સ્થળોએ ભેગા થઈ બ્રાહ્મણો ભૂદેવો સમૂહ જનોઈ બદલી બળેવની આસ્થા અને શ્રદ્ધાપૂર્વક કરે છે જે અંતર્ગત આજ રોજ શ્રાવણી પૂનમ એટલેકે રક્ષાબંધન સહિત બળેવના પાવન પર્વની પણ હાલોલ નગર સહિત તાલુકા પંથકમાં વસતા સમસ્ત ભૂદેવ બ્રાહ્મણોએ પરંપરાગત રીતે ભારે આસ્થા અને શ્રદ્ધાપૂર્વક શાસ્ત્રોક વિધિ વિધાન સાથે પોતે ધારણ કરેલ જનોઈ બદલી બળેવના પાવન પર્વ નિમિત્તે સમૂહ જનોઈ બદલવાનો કાર્યક્રમ રાખ્યો હતો જેમાં હાલોલ નગર તેમજ તાલુકા ખાતેના તમામ ભૂદેવોએ સુપ્રસિધ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે કંસારા જ્ઞાતિની ધર્મશાળા ખાત એકત્રિત થઈ ભારે ધાર્મિક વાતાવરણમાં શાસ્ત્રોક વિધિ વિધાન સાથે સમૂહમાં પૂંજા અર્ચના કરી  જનોઈ બદલી બળદેવના દિવસની ધાર્મિક પરંપરા પ્રમાણે હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી હતી.