મુળી તાલુકાના ગઢડા ગામેથી મળી આવેલી યુવાનની લાશના પ્રકરણમાં પોલીસે ચાર શખ્સો સામે હત્યાનો ગુનો દાખલ કરી ત્રણ આરોપીને ઝડપી પાડયા છે.ગઢડા ગામે વાવા નામથી ઓળખાતી સીમમાં વેલાભાઇ ભરવાડની વાડી પાસેથી ગત તા. 26 ઓગસ્ટનાં રોજ યુવાનની ઇજાગ્રસ્ત હાલતમાં લાશ મળી આવી હતી. પોલીસે એ.ડી. દાખલ કરી તપાસ હાથ ધરી હતી. દરમિયાન મૃતક ભાવેશજી ઠાકોર હોવાનું જાણવા મળ્યુ હતુ અને તેની હત્યા થઇ હોવાનું ખુલ્યુ છે.જેમાં મહેસાણાનાં વિસનગર તાલુકાના ગોઠવા ગામના શખ્સની સંબંધીની યુવતી એક દિવસ પહેલા તેમના ગામથી નાગજીભાઇ નામના શખ્સ સાથે ભાગી ગઈ હોવાથી અને તે મુળી તાલુકાનાં સડલા ગામ પાસે આવેલા રેતીનાં ચાયણે હોવાની જાણ થતા ફરિયાદી તથા અન્ય લોકો શોધવા માટે આવ્યા હતા. ત્યારે તેમની યુવતી ત્યાં હાજર હતી પણ સાથે આવવાની ના પાડતા અને બુમો પાડતા સડલાના રાહુલ ઠાકોર, ગઢડાનો દિલાભાઇ ભરવાડ, સુનિલ અને નાગજી ભરવાડ આવી ગયા હતા અને આ ચારેયે હુમલો કરતા ભાવેશજીને લાકડાના ધોકાના ઘા મારતા ગંભીર ઇજા થવાથી મોત નિપજ્યું હતુ. પોલીસે હત્યાનો ગુનો નોંધી રાહુલ ઠાકોર, દિલા ભરવાડ, અને સુનિલને ઝડપી પાડયા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ફતેપુરા મથકના જૈન સમાજના આગેવાનો દ્વારા પયુષણપર્વને લઈને કતલખાના બંધ રાખવા માટે આવેદનપત્ર પાઠવ્યુ.
ફતેપુરા મથકના જૈન સમાજના આગેવાનો દ્વારા પયુષણપર્વને લઈને કતલખાના બંધ રાખવા માટે આવેદનપત્ર પાઠવ્યુ.
SI पेपर लीक केस में नागौर में SOG की छापेमारी:7 लोगों को डिटेन किया; तीन दिनों से टीम ने रखी थी नजर
SI पेपर लीक 2021 प्रकरण में स्पेशल ऑपरेशनल ग्रुप (SOG) ने शनिवार सुबह 5 बजे नागौर में छापेमारी...
Joe Jonas admits he felt jealous when brother Nick Jonas got to judge The Voice: 'I cried my eyes out'
Joe Jonas is not shying away from revealing that he felt jealous after he found out his...
Kolkata Murder Nabanna Protest: नबन्ना प्रोटेस्ट हुआ हिंसक, प्रदर्शनकारियों ने फेंके पत्थर | Aaj Tak
Kolkata Murder Nabanna Protest: नबन्ना प्रोटेस्ट हुआ हिंसक, प्रदर्शनकारियों ने फेंके पत्थर | Aaj Tak
નકલી નોટોના ગુનામાં ઝડપાયેલા આરોપીની જામીન અરજી કોર્ટે ફગાવી
સુરેન્દ્રનગરના વઢવાણ લીંબડી રોડ પર આવેલી શિવપાર્ક સોસાયટીમાં રહેતા રાહુલભાઇ રાજેશભાઇ વાળોદરાએ...