જાંબુઘોડા તાલુકા પોલીસ મથકના PSI પી.આર.ચુડાસમાની અધ્યક્ષતા તેમજ મહિલા પુરુષ પોલીસ કર્મચારીઓની હાજરીમાં જાંબુઘોડા તાલુકાના નારુકોટ ગામે આવેલી સાયન્સ કોલેજ ખાતે રાષ્ટ્રીય સેવા યોજના (NSS) અંતર્ગત સાયબર ક્રાઇમ જાગૃતિ,મહિલા સુરક્ષા અને માર્ગ સલામતી જાગૃતિ અંતર્ગત સાયન્સ કોલેજના વિદ્યાર્થીઓને જાગૃત કરતો કાર્યક્રમ યોજાયો હતો જેમાં PSI પી.આર.ચુડાસમા સહિત પોલીસ કર્મચારી હિતેશભાઈ તેમજ મહિલા પોલીસ કર્મચારીઓએ સાયબર ક્રાઇમ જાગૃતિ મહિલા સુરક્ષા અને માર્ગ સલામતી જાગૃતિ અંતર્ગત વિવિધ માર્ગદર્શન તેમજ સલાહ સૂચનો અને સમજ વિદ્યાર્થીઓને આપી તેઓને જાગૃત કરવાનું કાર્ય કર્યું હતું આ પ્રસંગે નારુકોટ સાયન્સ કોલેજના સ્ટાફ સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તેમજ જાંબુઘોડા પોલીસના મહિલા પુરુષ કર્મચારીઓએ હાજરી આપી હતી જે બાદ સાયન્સ કોલેજની વિદ્યાર્થીનીઓએ  PSI પી.આર.ચુડાસમા તેમજ પોલીસ કર્મચારીઓ હિતેશભાઈ સહિત અન્ય પોલીસ કર્મચારીઓના કાંડે રક્ષાના દોર બાંધી પોતાની રક્ષાનું વચન લઇ ભાઈ-બહેનના હેતના પાવન પર્વ રક્ષાબંધનની પણ ઉજવણી કરી હતી.