૩૦૦થી વધુ રહિશોને મુશ્કેલી.
ઠાસરાની ભુલી તલાવડી વિસ્તારમાં ત્રણ મહિનાથી ગટર ઉભરાવાની સમસ્યાઠાસરા,
ઠાસરા નગરપાલિકાના વોર્ડ નં.૧ માં આવેલા ભુલી તલાવડી વિસ્તારમાં છેલ્લા ત્રણ મહિનાથી રસ્તા પર ગટર ઉભરાઈ રહી છે. વિસ્તારમાં વસવાટ કરતા ૩૦૦થી વધુ લોકો દરરોજ ગટર નાં ગંદા પાણી માંથી પસાર થવા મજબૂર બન્યા છે. આ અંગે વોર્ડના રહિશ શૈલેષભાઈ રાવજીભાઈ ભોઈએ જણાવ્યું હતું કે, અવારનવાર ઠાસરા નગર પાલિકામાં ચીફ ઓફિસર અને કાઉન્સિલરો ને વિસ્તારના રહિશોની સહિ સાથે લેખિત માં અરજી આપી હોવા છતાં કોઈ તપાસ કરવા કે જોવા પણ આવતું નથી. દુષિત દુર્ગંધ મારતા દુષિત પાણી અને મચ્છરો નાં ઉપદ્રવ વચ્ચે રહેવા મજબુર વોર્ટ નં 1નાં રહીશો..