ભાવનગર રેન્જના જીલ્લાઓમા બનતા અનડીટેકટ ગુનાઓને ડીટેકટ કરી આરોપીની ધરપકડ કરવા આવા અનડીટેકટ ગુન્હા ને ડીટેકટ કરી આરોપી વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા 

 અન્વયે સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશન A પાર્ટ ગુ નં.૧૧૧૯૩૦૫૩૨૩૦૨૯૬/૨૦૨૩ IPC લમ ૩૦૪(૨), ૨૩૯,૩૩૩,૩૩૮ તથા MV ACT કલમ ૧૭૭,૧૮૪,૧૩૪ મુજબના તા.૨૭/૦૮/૨૦૨૩ ના અનડીટેકટ વાહન અકસ્માતના ગુન્હાને ડીટેકટ કરી આરોપી પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરેલ છે

. •ગુન્હાની ટૂંક વિગત -

ગઇ તા.૨૬/૦૮/૨૦૧૩ ના રાત્રીના ૨૧/૦૦ થી ૨૨૪૦૦ દરમ્યાન ખોડીયાણા થી ખાંભા જવાના રોડ ઉપર બનેલ અકસ્માત બનાવ મુજબ આ કામના ફરીયાદીના ભાઇ

 મરણજનાર

 (૧)બાલુભાઇ કરશનભાઇ સરવૈયા રહે.સોનારીયા તથા તેની સાથે મરણજનાર

(૨) વિનુભાઇ માધાભાઇ વાળા રહે કુંડલીયાળા વાળાના મો.સા સાથે કોઇ અજાણ્યા વાહન ચાલકે પોતાના હવાલાનુ વાહન બેફીકરાઇથી અને ગફલત ભરી રીતે પુર ઝડપે ચલાવી ભટકાવી મરણજનાર બંન્ને ને શરીરે ગંભીર પ્રકારની ઇજાઓ કરી મોત નીપજાવી આરોપી નાસી જઇ ગુન્હો આચરેલ હોય.

જે અનડીટેકટ અકસ્માત નો ગુન્હો તા.૨૭/૦૮/૨૦૧૩ ના રોજ દાખલ થતા આ કામે સદરહુ ગુન્હો ડીટેકટ કરવા સબબ સાવરકુંડલા રૂરલ પો.સ્ટે. ની સર્વેલન્સ ટીમ ને કામે લગાડી હ્યુમન સોર્સીસ ના આધારે તેમજ સીસીટીવી ફુટેજ ચેક કરાવી વાહનના નંબર મેળવી ઇ-ગુજકોપ મા વાન નંબર સર્ચ કરી વાહન માલીકનો સંપર્ક કરી સદરહુ ગુન્હાના આરોપી ને ગણતરી ની કલાકોમાં શોધી કાઢવા મા આવેલ છે.

પકડાયેલ આરોપીની ટૂંક હકીકત 

(૧) પ્રતાપભાઇ બાવકુભાઇ મકવાણા ઉ.વ-૩૬ ધંધો-ડ્રાઇવીંગ રહે-બીલખા ખોડીયારનગર,૬૬KV સબસ્ટેશન પાછળ,જી જુનાગઢ

આ કામગીરી પો.ઇન્સ. પી.એલ ચૌધરી તથા પો સબ ઇન્સ.આર.એલ.રાઠોડની રાહબરી હેઠળ સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના ASI જયદીપસિંહ ગોહીલ તથા સર્વેલન્સ ટીમ ના ASI કનાભાઇ સાખટ તથા HC ભરતભાઇ ડાભી તથા પિયુષભાઇ ઠાકર તથા PC કુલદીપસિંહ જાડેજા તથા જયપાલસિંહ ગોહીલ તથા સાદીકભાઇ નાડ તથા ભાવેશભાઇ ગઢવી વિગેરે પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે

રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી.