ડીસા સહીત સમગ્ર બનાસકાંઠામાં ગેલોત પરિવાર (માળી સમાજ) દ્વારા ડીસાથી ચિત્તોડગઢમાં બિરાજમાન માં બાણેશ્વરી માતાજી અને સોનાણામાં બિરાજમાન ખેતલાજીના 7 મો સંઘ મંગળજી મદરૂપજી ગેલોત પરિવાર દ્વારા પૂજા કોલ્ડ સ્ટોરેજ-પાલનપુર હાઇવેથી વાજતે-ગાજતે શોભાયાત્રા સાથે 8 લક્ઝરી બસમાં પ્રસ્થાન કરાવ્યું હતું. જ્યારે સિસોદરાના ગૌભક્ત પ. પૂ. છોગારામજી બાપુએ આશિર્વચન પાઠવ્યા હતા. જ્યારે સંઘ ચિત્તોડગઢ અને સોનાણામાં પહોંચ્યા બાદ ભાવિક ભક્તો મંદિરમાં શિશ ઝૂકાવશે. જેમાં યજ્ઞના મુખ્ય યજમાન વક્તાજી માલાજી ગેલોત પરિવારે લ્હાવો લીધો હતો.
જ્યારે ભોજનના દાતા મનસુખલાલ ગોરધનજી ગેલોત, સમસ્ત ગેલોત પરિવાર-લુણાવા અને સમસ્ત ગેલોત પરિવાર ગેનાજી ગોળીયા-મિત્ર મંડળ દ્વારા આયોજન કરાયું છે. જ્યારે ચિત્તોડગઢ કિલ્લા ઉપર બાણેશ્વરી માતાજી મંદિરની બાજુમાં બિલ્લા ધર્મશાળા ખાતે તા. 19 નવેમ્બર 2023 રાત્રે દાતા ડીસાના અજાપુરાના નવિનભાઇ ભોપાજી ગેલોત દ્વારા ભજન સંધ્યા (ડાયરા)માં કલાકારોએ મધુર વાણીથી ભાવિક ભક્તોને મોડી રાત સુધી ડોલાવ્યા હતા.જ્યારે ભાવિક ભક્તો દર્શન અને ભોજન પ્રસાદનો લ્હાવો લઇ ધન્યતા અનુભવશે.
આ પ્રસંગે ડીસાના ધારાશાસ્ત્રી કૈલાશભાઇ વી. ગેલોત, વિજયકુમાર ગોવિંદજી ગેલોત (માલગઢ), ગુજરાત પ્રદેશ મંત્રી બક્ષીપંચ મોરચો ભાજપના પી.એન. માળી, બનાસકાંઠા જીલ્લા ઉપપ્રમુખ મગનલાલ માળી, બનાસકાંઠા કોલ્ડ સ્ટોરેજ પ્રમુખ ફૂલચંદભાઇ કચ્છવા, સુખદેવભાઇ વી. ગેલોત, અશોકભાઇ બી. ગેલોત (ગણપતિ), વિષ્ણુભાઇ ગેલોત, કસ્તુરભાઇ ગેલોત, મહેશભાઇ ગેલોત, પ્રકાશભાઇ ગેલોત (ભજનિક) અને લાલજીભાઇ ગેલોત સહીત ગેલોત પરિવારના ભાઇઓ-બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.