લીંબડીના ભરવાડ નેશ ગોવાળ મંદિર પાસે અગાઉના ઝઘડાનુ ચાલ્યુ આવતું મનદુ:ખ રાખી સામાન્ય બોલાચાલી બાદ વાત વણસતા ફરી બંને જુથો સામસામે આવી ગયા હતા અને એકબીજા પર હુમલો મારામારી થતા લોકોમા દોડધામ મચી જવા પામી હતી. ઇજાગ્રસ્તોને સુરેન્દ્રનગર ખસેડાયા હતા.લીંબડી પોલીસ સ્ટેશનેથી વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ ગોવાળ મંદિરથી ભરવાડ સમાજની વાડી આશ્રામ રોડ પર અગાઉના ઝઘડાનુ મનદુ:ખ રાખી ભરવાડ જ્ઞાતિના સોંડલા અને પરમાર પરિવારો વચ્ચે બોલાચાલી બાદ મામલો બિચક્યો હતો. ઘટનામા ઇજાગ્રસ્ત પ્રવિણ ગોપાલભાઈ પરમાર ઉપર અજીત ગોવિંદભાઈ સોંડલા અને મુન્નો ગોવિંદભાઈ સોંડલા એ લાકડી વડે હુમલો કરી માર માર્યાની અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરીયાદ નોંધાઇ છે. તો સામા પક્ષે અજીત ગોવિંદભાઈ સોંડલાએ પણ છેલાભાઇ નારણભાઇ પરમાર, લાલા છેલાભાઇ પરમાર તથા પ્રવિણભાઈ ગોપાલભાઈ પરમાર અને ભગવાન તોગા કાનમીયા સામે એકસંપ કરી લાકડી તથા ફરસી વડે હુમલો કરી માર માર્યાની ફરિયાદ લીંબડી પોલીસ સ્ટેશને નોંધાવી હતી. એથી પોલીસે બંને પક્ષના નિવેદન નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હાલમા ઘટના સ્થળે પોલીસે ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો હતો છે. આ જુથ અથડામણમાં ઇજાગ્રસ્તોને સારવારમાં માટે પ્રથમ લીંબડી સિવિલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે સુરેન્દ્રનગર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.