ધ્રાંગધ્રા તાલુકા પોલીસને પશુઓને કતલખાને લઇ જવાતા હોવાની બાતમી મળી હતી.જેના આધારે કુડા ચોકડી પાસે વોચ ગોઠવી પાડાને કતલખાને લઈ જતાં ચાર શખ્સોને ઝડપી પાડ્યા હતા.જ્યારે પાડાઓને બચાવી આરોપી સામે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ ગુનો નોધવામાં આવ્યો હતો. ધ્રાંગધ્રામાંથી પશુઓને ગેરકાયદેસર કતલખાને લઇ જવાતા હોવાથી પોલીસે તપાસ હાથ ધરી હતી.તે દરમિયાન ધ્રાંગધ્રા તાલુકા પોલીસ ને બાતમી મળી હતી.આથી તાલુકા પોલીસના દેવજી઼ભાઈ, વિજયસિંહ ઝાલા અને સ્ટાફ દ્વારા કુડા ચોકડી પાસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન શંકાસ્પદ હાલતમાં ઈકો કાર નીકળતા ઉભી રાખી તલાસી લેવામાં આવી હતી. આ કારમાં કુરતા પુરવક પાડાને બાધી કતલ ખાને લઈ જવામાં આવી રહ્યા હોવાનુ ધ્યાને આવ્યુ હતુ.આથી પાડાને બચાવી કારમાં સવાર અસ્લમ ભાઈ ગફુરભાઈ ખાટકી, સાદીક ઉર્ફે ગડો અહમદભાઈ ખાટકી, તોસીફભાઈ રસુલભાઈ મુમાણી અને ફરદીન સિકંદર ભટીને ઝડપી પાડવામાં આવ્યા હતા. ધ્રાંગધ્રા તાલુકા પોલીસમા આ ચાર આરોપી સામે પ્રાણી એકટ મુજબનોગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.