સુરેન્દ્રનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી., ' સુરસાગર ડેરી' વઢવાણ દ્વારા સંચાલિત 'ગ્રાહક મરણોતર સહાય યોજના' અન્વયે દૂધ મંડળીઓના ૧૭ (સત્તર) મૃતક પશુપાલકોના વારસદારોને આર્થિક સહાયના ચેક વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. જેમા સુરસાગર ડેરીના ચેરમેનશ્રી બાબાભાઈ એસ. ભરવાડ તથા મેનેજીંગ ડીરેકટરશ્રી ગુરદીતસીંગના હસ્તે અકસ્માતમાં મૃત્યુ પામેલા ૨ પશુપાલકોના વારસદારોને રૂા.૧,૦૦,૦૦૦– મુજબ રૂા.૨,૦૦,૦૦૦/- તથા ૧૫ પશુપાલકોના વારસદારોને ગ્રાહક મરણોતર સહાય યોજના અંતર્ગત રૂા.૪૫,૦૦૦/– મુજબ રૂા.૬.૭૫ લાખ મળી કુલ રૂા.૮.૭૫ લાખના ચેક અર્પણ કરી માનવીય અભિગમ અપનાવેલ છે તેમજ દૂધ મંડળીઓના ઈન્ફ્રાસ્ટ્રકચરના વિકાસ અંતર્ગત જિલ્લાની દૂધ મંડળીઓને દૂધ ઘરના બાંધકામ માટે રૂા.૫.૦૦ લાખ મુજબ સરકારશ્રીની ડી.એમ.એસ. ૧ યોજના અંતર્ગત ૩ મંડળીઓની કુલ રૂા.૧૫.૦૦ લાખની સહાયના ચેક મંજુર થઈ આવેલ જે આજરોજ ચેરમેનશ્રી / મેનેજીંગ ડીરેકટરશ્રીના હસ્તે પ્રમુખ / મંત્રીને અર્પણ કરવામાં આવેલ હતા.દૂધ સંઘ દ્વારા આ યોજના પોતાના સ્વ–ભંડોળમાંથી ચલાવવામાં આવે છે. ચેરમેનશ્રી બાબાભાઈ એસ. ભરવાડે જણાવ્યુ કે આ યોજનાનો દૂધ મંડળી સાથે જોડાયેલા તમામ ગ્રાહકોને લાભ મળે તથા કોઈપણ ગ્રાહક સહાયથી વંચિત ન રહી જાય તે બાબતે મંત્રીશ્રીઓને ખાસ કાળજી રાખવી. તેમજ દૂધ મંડળીઓમાં દૂધ ભરાવતો એક પણ પશુપાલક જનશ્રી વિમા યોજનાના લાભથી વંચિત ન રહી જાય તેવા સઘન પ્રયત્નો કરવા ચેરમેનશ્રીએ હાજર રહેલ મંડળીઓના પ્રમુખ/મંત્રીઓને જણાવેલ.દૂધ સંઘના મેનેજીંગ ડીરેકટર શ્રી ગુરદીતસીંગ દ્વારા દૂધ મંડળીઓને તથા દૂધ ઉત્પાદકોને સરકારશ્રી તરફથી મળતી જુદી જુદી સહાયકારી યોજનો અંગે વિસ્તૃત માહિતી આપી મંડળીમાં દૂધ ભરતા ગ્રાહકો સુધી સહાયનો લાભ પહોચે તે માટે જરૂરી કાર્યવાહી કરવા જણાવેલ.જી.સી.એમ.એમ.એફ.લી. દ્વારા ગુજરાત રાજયના તમામ દૂધ સંઘના ચેરમેનશ્રીઓને ડેરી ઉદ્યોગના અદ્યતન વિકાસ તથા પશુદીઠ દૂધ ઉત્પાદન વધારવા અંગેના અભ્યાસ માટે ન્યૂઝીલેન્ડના શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવેલ છે જેમા સુરસાગર ડેરીના ચેરમેનશ્રી બાબાભાઈ એસ. ભરવાડ પણ જોડાવાના હોવાથી દૂધ સંઘ સ્ટાફ ધ્વારા મિટીંગનું આયોજન કરી ચેરમેનશ્રીને તેમના પ્રવાસ અંગે હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. વર્ષ : ૨૦૨૨-૨૩ માં ગ્રાહક મરણોતર સહાય યોજના અંતર્ગત ૩૪૬ ગ્રાહકોના વારસદારોને રૂા.૧,૫૫,૭૦,000/–
સહાય ચુકવાયેલ છે તથા જનશ્રી વિમા યોજના અંતર્ગત ૧૦૫ પશુપાલકોના વારસદારોને રૂા.૪૬,૬૦,૦૦૦/– સીધા જ તેમના બેંક એકાઉન્ટમાં LIC દ્વારા જમા કરાવેલ છે તથા ગૃપ પર્સનલ અકસ્માત વિમા યોજના હેઠળ ૬ પશુપાલકોના વારસદારોને રૂા.૬,૦૦,૦૦૦/- સહાય ચુકવાયેલ છે.