શ્રી એલ.વી.નગરશેઠ હાઈસ્કૂલ સમૌ ખાતે શાળામાં વાલી મંડળ ની મિટિંગ યોજાઈ.દીપ પ્રાગટ્ય અને ઓમકાર કરી સોલંકી સાહેબે શાબ્દિક સ્વાગત કરી બેઠક શરુ થઇ.ભાવસાર સાહેબે શાળાની શિક્ષણ અને સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ ની મહિતિ આપી .ત્યાર બાદ વાલી મંડળ ની રચના કરવમાં આવી.જેમાં પ્રમુખ તરીકે સામંતસિંહ જાદવ,મંત્રી તરીકે મોબતસિંહ જાદવ,સહ મંત્રી શાંતિભાઇ જોષી,શિક્ષણ સમિતિ ,પ્રવાસ સમિતિ,શિસ્ત સમિતિ ના કન્વિનર તેમજ મહિલા પ્રમુખ શ્રીમતિ નિલમબેન બી.જોષી ની સર્વાનુમતે વરણી કરવમાં આવી.શાળાના નવનિયુક્ત પ્રધાનાચાર્યશ્રી નટુભાઇ જોશીએ પ્રાસંગિક ઉદબોધન મા મંડળના કાર્યો,વાલી અને શિક્ષકની ભુમિકા અને બાળકો ના સર્વાંગીણ વિકાસ માં શુ કરવુ જોઇએ તેની સુંદર માહિતિ આપી બધાંને શુભકામનાઓ પાઠવી.સંસ્થાના પ્રમુખશ્રી પી.વી.રાજગોર,પૂર્વ સરપંચ વલમસિંહ એ પણ પ્રાસંગિક પ્રવચન આપ્યું.સમૌ મોટા ના સરપંચ વજેસિંહ જાદવ,મેનેજિંગ ટ્રસ્ટી જયંતિભાઈ રાજગોર ,કાનજીભાઈ દેસાઇ,સમૌનાના સરપંચ,ગામના આગેવાનો અને વિશાળ સંખ્યામાં વાલી ઉપસ્થિત રહ્યા.આભારવિધિ બારડ સાહેબે કરી.સમગ્ર કાર્યક્રમનુ સુંદર સંચાલન દવે સાહેબે કર્યુ.કાર્યક્રમને સફળ બનાવવા સમગ્ર સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી.