હાલોલ શહેર ખાતે આવેલ એમ. & વી. આર્ટ્સ & કોમર્સ કોલજ ખાતે યોજાયેલ શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીની ભાઈઓ-બહેનોની કુસ્તી અને ટેકવોન્ડો સ્પર્ધામાં કુલ ૨૮+૨૨ એમ કુલ ૫૦ ટીમે ભાગ લઈ જૂની અને મોટી યુનિવર્સીટીઓ કરતાં પણ એક રેકોર્ડ બ્રેક પાર્ટીસિપેશન થયું છે એ શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી માટે ગૌરવપ્રદ બાબત છે. એમાં શારીરિક શિક્ષણના અધ્યાપકોનો સક્રિય ફાળો છે સાથે સાથે આચાર્યશ્રીઓ પણ અંગત રસ લઈને આંતર કોલેજ કક્ષાએ પોતાની ટીમ ભાગ લે એ માટે સહકાર આપે છે એ રમતગમત ક્ષેત્રે આપણે પ્રગતિ કરીશું એવો સ્પષ્ટ નિર્દેશ કરે છે. સાથે સાથે જે કૉલેજ NAAC માં જવા માંગે છે એના માટે સ્પોર્ટ્સ પાર્ટીસિપેશન ખૂબ જ અગત્યનું અને અનિવાર્ય છે.  ડૉ. મહાવીરસિંહ ડાભી (AC મેમ્બર અને અધ્યાપક મંડળના પ્રમુખ, SGGU), ડૉ. પ્રવિણસિંહ ચૌહાણ (આર્ટ્સ ફેકલ્ટી ડીન, સૌરાષ્ટ્ર યુનિ.રાજકોટ), પ્રિ. હિરેનભાઈ પટેલ, (આચાર્યશ્રી, GLS લો કોલેજ, અમદાવાદ), ડૉ. અજયભાઈ સોની (EC મેમ્બર SGGU) પણ આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી. શ્રી હાલોલ મહાજન ઉચ્ચ શિક્ષણ મંડળના સેક્રેટરીશ્રી સમીરભાઈ શાહે કાર્યક્રમમાં ઉપસ્થિત રહી ખેલાડીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. પ્રિ. યશવંત શર્માએ મહેમાનોનો પરિચય કરાવ્યો હતો. કોલેજના સ્પોર્ટ્સ ડાયરેકટર ડો. સંજય જોષી હાલોલ કોલેજમાં સતત આવી વિવિધ સ્પર્ધાઓ યોજીને કોલેજના વિદ્યાર્થીઓ માટે જીવંત વાતાવરણ પૂરું પાડી રહ્યા છે.