vijapadi ma 2 raktdan kemp yojayo//વીજપડી મા રક્ત દાન કેમ્પ યોજાયો.
આજરોજ વીજપડી ગામે રક્તદાન કેમ્પ યોજાયો.
આજરોજ સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામે તારીખ 27-8-2023 ને રવિવારના રોજ ઓલ ઇન્ડિયા પયાને ઇન્સાનિયત ગ્રુપ વીજપડી આયોજિત .
નવકાર બ્લડ બેન્ક.મહુવાના સંહયોગથી.
બીજો રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો.
આ કેમ્પ વીજપડી આહીર સમાજ ની વાડીમાં બપોરના 2 વાગ્યા થી સાંજના 7:00 વાગ્યા સુધીમાં ખુલ્લો મુકવામાં આવ્યો હતો. અને વિશેષ મા તો
ઓલ ઇન્ડિયા પ્યામે ગ્રુપ દ્વારા એવી પહેલ કરી અને જે રીતો પ્રથમ કેમ્પ સફળ નીવડ્યો હતો
તે જ રીતે આ બીજા રક્તદાન કેમ્પ નું આયોજન કરી અને સારી એવી પ્રેરણા આપી છે.
છે અને બ્લડ બેન્ક નું આયોજન કરી ને માનવતા અને સમાજ ઉપયોગી એવું કામ કરી રહ્યા છે. અને વિશેષમાં તો રક્તની જરૂર કોઅકસ્માત ગંભીર રોગો અને પ્રસુતિના સમયે જીવનદાતા બની અને આ રક્તદાતા નું રક્ત કીમતી અને તેને ઉપયોગી બની રહે છે.અને કોઈક માણસ ની જીંદગી બચી શકે છે.
જ્યારે માનવ લોહીનો કોઇ વિકલ્પ આજ સુધી શોધાય નથી તે નથી કાંઈ ઝાડ ઉપર ઉગતું કે નથી કારખાનામાં બનતું કે નથી ક્યાંય વેચાતું મળતું ત્યારે આ રક્તદાન એક જ એવું છે જે આપણે સ્વચ્છ એ રક્તદાન કરી અને કોઈની જિંદગી બચાવી શકીએ છીએ .રક્તદાન જેવું બીજું એકે દાન નથી અને ભારતીય સંસ્કૃતિમાં તો કહેવાયું છે ને પહેલું દાન કન્યાદાન અને જ્યારે બીજું દાન તે રક્તદાન કહેવાય છે.
અને વિશેષમાં તો આ કેમ્પમાં સાવરકુંડલા માનવ મંદિરના શ્રી ભક્તિરામ બાપુ પધાર્યા હતા અને તેઓએ આ કેમ પણ આયોજક તેમજ ડોક્ટર સ્ટાફ તેમજ રક્ત દાતાઓને પ્રશંસા કરી અને આશીરવચન આપ્યા હતા.
અને આવા ને આવા કેમ અને સમાજ કલ્યાણના કાર્યો કરતા રહો એવી પ્રેરણા આપી હતી.
અને આ સિવાય આ કેમ્પમાં વીજપડી ના આગેવાનો વીજપડી ગામનાઉપ સરપંચ તમેજ વેપારી એસોસિએશનના સભ્યો તેમ જ મોટી સંખ્યામાં લોકો હિન્દુ અને મુસ્લિમ દરેક સમાજના લોકો હાજર રહ્યા હતા.
આ સિવાય વીજપડી ગામના તમામ ડોક્ટર સ્ટાફ પણ હાજર રહ્યા હતા અને ડોક્ટર લોકોએ પણ પોતાનું રક્તદાન કર્યું હતું. અને આ કેમ્પ મા ટોટલ 72 દાતા શ્રી ઓ પોતાનું કીમતી રક્ત આપી અને કુલ 72 જેટલી બોટલ બ્લડ બેંકના સહયોગ મા આપવામાં આવી હતી.
અને ત્યારબાદ પધારેલા મહાનુભાવો અને રક્તદાતાઓનું સન્માન કરી અને રક્તદાતાઓને પુરસ્કાર ઇનામ આપી સન્માનિત કર્યા હતા..
અને છેલ્લે ગ્રુપના પ્રમુખ અને તમામ સભ્યો વતી સમગ્ર ટીમ તથા સરવે નો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
બ્યુરો રીપોર્ટ .
રવિકુમાર ડોડીયા . વીજપડી.