હાલોલ નગર ખાતે આગામી દિવસોમાં યોજાનારા હિન્દુ ધર્મના સૌથી મોટા મહોત્સવ ગણેશ મહોત્સવને અનુલક્ષીને નગર ખાતે ગણેશ મહોત્સવનું આયોજન કરતા આયોજકો દ્વારા ગણેશ મહોત્સવની ઉજવણીની તડામાર તૈયારીઓ આરંભવામાં આવી  છે ત્યારે હાલોલ નગર ખાતે ગણેશ મહોત્સવનો તહેવાર સંપૂર્ણ શાંતિપૂર્ણ માહોલમાં કાયદો વ્યવસ્થા અને સુરક્ષા સલામતીની જાળવણી સાથે ઉમંગ અને ઉત્સાહભેર રંગે ચંગે યોજાય તે માટે આજરોજ સાંજના સુમારે હાલોલ ટાઉન પોલીસ મથકના પી.આઈ. કે.એ.ચૌધરીની અધ્યક્ષતામાં નગરના તમામ ગણેશ મહોત્સવના આયોજકોની એક અગત્યની બેઠક યોજાઇ હતી જેમાં ગણેશજીની મૂર્તિની સ્થાપનાથી લઇ વિસર્જનના દિવસ સુધીમાં તમામ કાર્યક્રમો તેમજ આયોજનની ચર્ચા વિચારણા કરાઈ હતી જ્યારે જિલ્લા કલેકટરના જાહેરનામા અંતર્ગત જાહેર કરાયેલા ગણેશજીની મૂર્તિની ઊંચાઈના નિયમો ડી.જે. વગાડવા પર લગાવેલા પ્રતિબંધો સહિતના નિયમો તેમજ  ગણેશજીની સ્થાપના કરવા ગણેશજીની પ્રતિમા લાવવાના રૂટ અને વિસર્જનના દિવસના રૂટ સહિતની તમામ પ્રકારના આયોજનની માહિતી મેળવી ટાઉન પોલીસ મથકના પી.આઈ. કે.એ.ચૌધરીએ વિવિધ મુદ્દે આયોજકો સાથે ચર્ચા વિચારણા કરી વિવિધ સલાહ સૂચનોની આપ-લે કરી હતી અને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.