ગુજરાત રાજ્ય રમતગમત અને સાંસ્કૃતિક વિભાગ ગાંધીનગર દ્વારા આયોજિત જાફરાબાદ તાલુકા કક્ષાનો રમતોત્સવ 2023-24 યોજાયો જેમાં અલગ અલગ રમતો જેવી કે અંડર14, અંડર 17 અંડર19 ભાઈઓ બહેનો ઉપરાંત ખોખો કબડી વોલીબોલ અને એટલેટીક જેવી રમતો ની રમઝટ ત્રણ દિવસનું આયોજન કરવામાં આવ્યું...

 જાફરાબાદ તાલુકાની જુદી જુદી શાળાઓમાં વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો એ ભાગ લીધો જેમાં પ્રથમ દ્વિતીય નંબર આવેલ ટીમ જિલ્લા કક્ષાએ જશે આ રમત ગમતના આયોજનમાં નાગેશ્રી હાઇસ્કુલ પ્રમુખશ્રી ગૌતમભાઈ વરુ, પ્રભાતભાઈ તથા તાલુકા પંચાયત કચેરી તાલુકા ચેરમેન ભીમભાઇ વરેએ વિદ્યાર્થીઓમાં ઉત્સાહ વધારી અભિનંદન પાઠવ્યા તેમજ આચાર્ય જે.બી માઢક સાહેબ તથા ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો આ ઉપરાંત તાલુકાના વ્યાયામ શિક્ષક તાલુકા કન્વીનર એન. એમ. રાઠોડ,બી.બી વેકરીયા ,ડી.ડી મકવાણા કડિયાળી આચાર્ય હાઇસ્કુલ, પંકજ ભાઈ જણકાર પારેક મહેતા, શર્મા સાહેબ,ચિંતન સાહેબ, ભૂતનું પૂર્વ વિદ્યાર્થીઓ અને ખેલાડીઓ એ આ રમતગમત સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી.