ડીસા (મેરૂજી પ્રજાપતિ)

પાશ્ચાત્ય સંસ્કૃતિના અનુસરણના પરિણામે વૃદ્ધાશ્રમ પ્રસ્થાપિત થયેલ છે.ત્યારે બનાસકાંઠા રબારીગોપાલસેના ના આદ્ય સંસ્થાપક નરસિંહ ભાઈ હાથીભાઈ દેસાઈ બાઇવાડા પુત્ર મિતેષ દેસાઈના જન્મદિવસ પાલનપુર વૃદ્ધાશ્રમના વડીલોની સેવા કરી ઉજવી સરાહનીય સંદેશો આપેલ છે.

સંસારમાં જોકોઇ હયાત દેવ, ભગવાન અને ગુરુ હોયતો તે માં-બાપ છે. માતપિતાની સેવાથી જીવનમાં તમામ પ્રકારના વૈભવ પ્રાપ્ત થાય છે. તેવું સદપુરુષો સંતો મહંતો નું શાસ્ત્ર સંમત કથન છે.પણ પાશ્ચાત્ય સંસ્કૃતિને અનુસરી કપાતર બનેલ સંતતિના પરિમાણ ના પરિણામેં મોટા શહેરોમાં વૃદ્ધાશ્રમ અસ્તિત્વમાં આવેલ છે. જેમણે પોતાનું જીવન સંતાનોના સુખમાં હોમી જાતને ઘસી નાખી હોય અને જ્યારે શરીર અશક્ત જરારોગ વૃદ્ધાવસ્થા થી ગ્રસિત હોય સંતાનોની હૂંફ પ્રેમ અને સેવાની જરૂરત હોય ત્યારે છેલ્લી પળોમાં એકલવાયું જીવન અકલ્પનિય છે. જીવન પ્રદાન કરતા માં-બાપ આંગળી પકડી જીવનની કેડી ઉપર પગલાં પાડતા શીખવે છે. માં-બાપ ભગવાન તુલ્ય છે. અને પ્રથમ ગુરુ છે. ત્યારે જે સંતાન માતપિતા ના ગુણો ભૂલી ન ગુણા બને છે.તેને નુગરા કહેવાય. ભાણ ફોજના સંતકવિ શ્રી રવિરામ મહારાજે એકપદમાં નુગરાને મહાપાપીકરતા પણ ખરાબ વર્ણવ્યો છે.રવીસાહેબ કહે છે. (પાપી અમને પચાસ મળજો નગરોમળજો એક, નુગરા ના શિર ઉપર લખચોરસીનો લેખ નુગરા નહી ચડે નિર્વાણ.) આગળ એક પંક્તિમાં કહ્યું છે."નુગરા બેઠા બેઠા ભલે માળા ફેરવે નુગરા ભલે દે દાન" કહેવાનો ભાવાર્થ ગમે તેટલું દાન આપો માળાઓ ફેરવો પણ તમો નુગરા બન્યા એટલે આલોક અને પરલોક માં મર્યા સમજો ખેર હું ઉપદેશક કે બાવો નથી પણ સમાજમાં સંસ્કૃતિનું હનન કરી પાશ્ચાત્ય સંસ્કૃતિનું અનુસરણ કરતી નવી પેઢીને ઉજાગર કરવા થયેલ સરાહનીય કાર્યને અનુસરણીય ગણાવવું અનિવાર્ય માનું છું.સ્વ.હાથીભાઈ વાલાભાઈ જોટોણા રબારી પરિવારના સંસ્કારો નરસિંહભાઈ દેસાઈ અને તેમના પુત્ર મિતેષ દેસાઈ દિપાવે તેવી શુભકામનાઓ સાથે તેમના વખાણ કે સરાહના માત્ર નહીં પણ સમાજના ભલા માટે સમાજના સર્વાંગી વિકાસ માટે જન્મદિવસ નિમિતે આપેલ સંદેશો સરાહનીય છે.