*રેતી ખનન મામલે એક યુવાને આત્મ વિલોપન ની ધમકી આપવી પડે એ રાજ્ય સરકાર માટે શરમ જનક કહેવાય.*

બનાસકાંઠાના અમીરગઢ તાલુકાના બાલુન્દ્રા ગામ ના *કિરણભાઈ રણાવસીયા* એ સરકારમાં રજૂઆત કરી છે કે જો બનાસ નદીમાંથી બેફામ રીતે થતું રેતી નું ખનન બંધ કરવામાં નહીં આવે અને જવાબદારો સામે કડક પગલાં ભરવામાં નહીં આવે તો મારે ન છૂટકે આત્મ વિલોપન કરવું પડશે.

કિરણભાઈ એ આ અગાઉ પણ પ્રશાસન ને ઘણી રજૂઆતો કરી છે. રેતી ખનન કરતા ટ્રેકટરો ના ફોટા અને વીડિયો સાથે રજૂઆત કરી છે. પણ *ભ્રષ્ટાચાર માં લિપ્ત ગુજરાત ની ભાજપ સરકાર ને જેમ ગુજરાત માં બેફામ વેચાતો દારૂ નથી દેખાતો, એમ બેફામ રીતે રેતી ભરીને દોડતા ટ્રેકટર અને ટ્રક પણ નથી દેખાતા.*

સમગ્ર સરકારી તંત્ર ઉપર ભ્રષ્ટાચારે એવો ભરડો લીધો છે કે *નીચે થી લઈને ઉપર સુધી પહોંચતા હપ્તા કામ કરી જાય છે.*

એવા પણ સમાચાર મળ્યા છે કે કિરણભાઈ ને ખનન માફિયાઓ તરફ થી સતત ધમકીઓ પણ મળી રહી છે.

*દેખીતા ભ્રષ્ટાચાર સામે જંગે ચડેલા આ યુવાન ને કંઈ થયું તો એની જવાબદારી કોની ?* ભાજપના ભ્રષ્ટ શાસન માં ભ્રષ્ટાચાર ને ઉજાગર કરવો એ પણ એક ગુનો બની ગયો છે કે શું ?

*આપણા મૃદુ સ્વભાવ ના માનનીય મુખ્યમંત્રી ને વિનંતી કરું છું કે આ બાબતે સહેજ પણ મૃદુ રહ્યા વગર કડક કાર્યવાહી કરવી.*