દાંતીવાડા તાલુકા ભાજપ કારોબારી બેઠક નું આયોજન કરવામાં આવ્યું..
રિપોર્ટ : કમલેશસિંહ દરબાર દાંતીવાડા
ત્યારે આગામી સમયમાં કેન્દ્રીય ને રાજ્યસ્તરે લોકસભા અને વિધાનસભા વિસ્તારમાં મોટા પાયે સગદ લોક સંપર્ક કાર્યક્રમની ચર્ચા કરી નવ સાલ બે મિશાલ ના સૂત્રો સાથે જન સંપર્ક અભિયાન તૈયાર કરાયું છે તેની માહિતી આપવામાં આવી હતી્..
દાંતીવાડા તાલુકા ભાજપની કારોબારી બેઠક પ્રભારી સંજયભાઈ બ્રહ્મભટ્ટે અને તાલુકા ભાજપ પ્રમુખ ગણપતભાઈ રાજગોર હરજીભાઈ ભુતેડીયા તેજાભાઈ મારવાડી યા ના અધ્યક્ષ સ્થાને અને ધાનેરા મત વિસ્તારના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ બનાસ બેંકના ચેરમેન સવશીભાઈ પટેલ દક્ષાબેન સોલંકી ભગવાનભાઈ પટેલ ની વિશેષ ઉપસ્થિતિમાં યોજાઈ હતી..
જેમાં તાલુકા મંડળના અપેક્ષિત હોદ્દેદારો ધારાસભ્ય સહકારી સંસ્થાના હોદ્દેદારો મોટી સંખ્યામાં સક્રિય કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા તાલુકા ભાજપ દ્વારા યોજાયેલી આ કારોબારી બેઠકમાં કેન્દ્રમાં ભાજપ સરકારના સફળતાના નવ વર્ષ દરમિયાન વિકાસ કાર્યો લોકનીતિઓ અને તેના અમલ વિશે સંવિસ્તાર ચર્ચા કરવામાં આવી હતી ત્યારબાદ ભોજન પ્રસાદી કાર્યક્રમની સફળ કર્યો હતો..