ગૌતમ પરમાર પોલીસ મહાનિરીક્ષક ભાવનગર વિભાગ ભાવનગર નાંઓ તેમજ અમરેલી પોલીસ અધિક્ષક હિમકરસિંહ દ્વારા

ગેરકાયદેસર સરકાર માન્ય એલોપેથીક સારવાર કરવા માટેની ડિગ્રી વગર ક્લિનિક ચલાવી દર્દીઓ પાસેથી ફી લઇ સારવાર આપી પૈસા વસુલ કરી ડોકટરની રજી.મેડીકલ પ્રેકટીશનરને લગતી ડિગ્રી ન હોવા છતાં

 એલોપેથીક દવાઓ તથા મેડિકલને લગત સાધન સામગ્રી અંગે ચેકીંગ હાથ ધરી ગેરકાયદેસર મળી આવ્યેથી કાયદેસરની કાર્યવાહી કરવા અન્વયે 

અમરેલી જીલ્લામાં આવા બોગસ ડોક્ટરોની ડિગ્રી વગર ક્લિનિક ચલાવી મેડિકલ પ્રેક્ટિસ કરવાથી આવા કૃત્યથી માનવ જીંદગી જોખમાય તેમ હોય તેવુ પોતે જાણતા હોવા છતા દર્દીઓને નિદાન/સારવાર આપી માનવ જીંદગી સાથે ચેડા કરનાર વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા જરૂરી સુચનાં અને માર્ગદર્શન આપવામાં આવેલ

જે અનુસંધાને એસ.ઓ.જી.પોલીસ ઈન્સ્પેક્ટર એસ.જી.દેસાઇ તથા એસ.ઓ.જી. પોલીસ સબ ઈન્સ્પેક્ટર કે.ડી.હડીયા તથા એન.બી.ભટ્ટ તથા

એસ.ઓ.જી.ટીમ દ્વારા અમરેલી જિલ્લામાં આવા બિન કાયદેસર પ્રેક્ટિસ કરતા બોગસ ડોક્ટરોની માહિતી મેળવી અને તેઓ વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવા સતત પ્રયત્નશીલ રહેલ હોય,

 જે અન્વયે અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન ખાનગી બાતમીરાહે હકિકત મળેલ કે

અમરેલી તાલુકાનાં વડેરા ગામે ભરવાડ શેરીમાં જગદિશભાઇ કાનાભાઇ ભરવાડના તથા અલ્પેશભાઇ પરષોતમભાઇ સોહેલીયાનાં ભાડાના મકાનમાં ગેરકાયદેસર દવાખાનુ/કલીનિક ચાલતું હોય

જે અન્વયે સદરહું જગ્યાએ તાલુકા હેલ્થ ઓફીસર તથા ફાર્માસીસ્ટ સાથે રેઇડ કરતા મજકુર બે ઈસમોને એલોપેથીક દવાઓ-દવાની બોટલો ઇન્જેકશન તથા સિરપની બોટલો-ટયુબ વિગેરે મેડિકલને લગતી સાધન સામગ્રીના જથ્થા સાથે ઝડપી પાડવામાં સફળતા મળેલ છે.

પકડાયેલ ઈસમોના નામ :-

(૧) મયુરભાઇ પ્રેમજીભાઇ સાવલીયા ઉ.વ.૩૫ ધંધો-ડોકટર રહે.વડેરા તા.કુકાવાવ-વડીયા, જિ.અમરેલી,

 (૨) કિર્તીભાઇ વેણીભાઇ જોષી ઉ.વ.૫૭, ધંધો-ડોકટર, રહે. અમરેલી, બ્રાહ્મણ સોસાયટી, સ્વામીનારાયણનગર, તા.જિ.અમરેલી.

મજકુર પકડાયેલ ઈસમો પાસેથી કબ્જે કરેલ મુદામાલ

(૧) મયુરભાઇ પ્રેમજીભાઇ સાવલીયા પાસેથી એલોપેથીક દવાઓ તથા મેડિકલને લગત સાધન સામગ્રી વસ્તુ કુલ નંગ- ૩૭ કુલ કિ.રૂા.૭૧૯૯/- ના મુદ્દામાલ સાથે તથા

(૨) કિર્તીભાઇ વેણીભાઇ જોષી પાસેથી એલોપેથીક દવાઓ તથા મેડિકલને લગત સાધન સામગ્રી વસ્તુ નંગ-૩૧ કુલ કિ.રૂા.૩૯૭૧ -/ના મુદ્દામાલ સાથે તથા પકડી પાડવામાં આવેલ છે. અને

બન્ને ઈસમો વિરૂધ્ધ ગુનાઓ રજી. કરી આગળની ઘટીત કાર્યવાહી અર્થે અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપવામાં આવેલ છે.

આ કામગીરી 

 એસ.ઓ.જી.ટીમ ના એ.એસ.આઇ. યુવરાજસિંહ સરવૈયા તથા સંજયભાઇ પરમાર તથા પો.હેડ.કોન્સ.મનિષભાઇ ગઢવી તથા પો.કોન્સ. જીજ્ઞેશભાઇ પોપટાણી તથા પો.કોન્સ. જનકભાઈ કુવાડીયાનાઓ દ્વારા કરવામાં આવેલ હતી

રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી.