ડીસામાં લૂંટ, ચોરી અને રાયોટિંગ જેવા ગંભીર ગુનાઓ આચરી તરખાટ મચાવનાર શખ્સ સામે તડીપારનો હુકમ કર્યો છે. પોલીસે નવ જેટલા ગુન્હાઓમાં સંડોવાયેલ શખ્સને ઝડપી તડીપાર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ડીસામાં છેલ્લા ઘણા સમયથી ગુનાહિત પ્રવૃત્તિ ખૂબ જ વધી ગઈ છે. કેટલાક લોકો તો હવે પોલીસનો ડર જ રહ્યો ન હોય તે રીતે એક પછી એક ગુનાઓને અંજામ આપી રહ્યા છે. લાલચાલી વિસ્તારમાં રહેતા પ્રકાશ રાવળ નામના શખ્સ સામે પણ અત્યાર સુધી નવ જેટલા અલગ અલગ ગુનાઓ નોંધાયેલા છે. જેમાં લૂંટ, ચોરી અને રાયોટિંગ જેવા ગંભીર ગુન્હાઓ આચરી સમાજમાં તરખાટ મચાવતા પોલીસે તેના વિરુદ્ધ કડક કાર્યવાહી કરી છે અને આરોપીને ત્રણ જિલ્લાઓમાંથી તડીપાર કરવાનો હુકમ કર્યો છે

ડીસા શહેર ઉત્તર પોલીસે વધતી જતી ગુન્હાખોરીને અટકાવવા માટે ગંભીર પ્રકારના ગુન્હાઓ આચરતા શખ્સો સામે કડક કાર્યવાહી કરવાની શરૂઆત કરી છે. જે અંતર્ગત નવ જેટલા ગુનાઓ આચરી સમાજમાં આતંક મચાવતા શખ્સને બનાસકાંઠા, મહેસાણા અને પાટણ સહિત ત્રણ જિલ્લામાંથી તડીપાર કર્યો છે. પોલીસે આજે આ આરોપીની અટકાયત કરી તેની સામે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.