હાલોલ તાલુકાના વરસડા ગામે આવેલા મુખ્ય તળાવમાં એક મગર દેખા દેતા ગ્રામજનોમાં ભય સાથે ફફડાટ વ્યાપી ગયો હતો જેમાં તળાવમાં મગર આમતેમ બિન્દાસ ફરતો હોઇ બનાવ અંગેની જાણ તાત્કાલિક હાલોલ વન વિભાગના અધિકારી સતિષભાઈ બારીયા સહિત પંથકમાં જાનવરોના ઉત્થાન અને બચાવનું કામ કરતી જીવદયા પ્રેમી સંસ્થા નેચર સેવિંગ ફાઉન્ડેશનની ટીમને કરાવતા વન વિભાગ અને નેચર સેવિંગ ફાઉન્ડેશનની ટીમે તાત્કાલિક વરસડા ગામે પહોંચી તળાવમાંથી મગજને ઝડપી પાડવા માટે સંયુક્ત રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી ભારે જહેમત ઉઠાવી હતી જો કે તળાવના ઊંડા પાણીમાં વારંવાર અદ્રશ્ય થઈ જતા મગજને ઝડપી પાડવામાં નેચર સેવિંગ ફાઉન્ડેશન અને વન વિભાગને તકલીફો પડતા આખરે પાંજરું ગોઠવી મગરનું રેસ્ક્યુ ઓપરેશન કરવાની તજવીજ હાથ ધરાઇ હતી જેમાં કલાકોની લાંબી જહેમત બાદ આખરે સાડા ચાર ફૂટ જેટલી લંબાઈ ધરાવતો મગર પાંજરે પુરાયો હતી જેમાં વરસડા ગામે તળાવમાંથી મગર આખરે પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લઈ હાશકારો અનુભવ્યો હતો જ્યારે ઝડપાયેલા મગરને વન વિભાગ અને નેચર સેવિંગ ફાઉન્ડેશનની ટીમ દ્વારા પાવાગઢના ધોબી કુવા ખાતે આવેલા ક્રોકોડાઈલ રેસ્ક્યું સેન્ટર ખાતે સહી સલામત છોડી મુકાયો હતો.