હાલોલ નગર ખાતે છેલ્લા કેટલાય દિવસથી નગરપાલિકાના મુખ્ય અધિકારી હિરલબેન ઠાકરની અધ્યક્ષતામાં  ગેરકાયદેસર દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરાઈ રહી છે જે અંતર્ગત હાલોલ નગરના જાહેર રસ્તાઓ સહિતના જાહેર સ્થળો તેમજ વિવિધ સ્થળો સહિત કેટલીક સોસાયટીઓમાં ગેરકાયદેસરોના દબાણો પર નગરપાલિકા તંત્ર દ્વારા બુલડોઝર ફેરવી દેવામાં આવી રહ્યું છે જેને અનુલક્ષીને આવા ગેરકાયદેસર દબાણો ધરાવતા ધરાવતા લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે જેમાં ગત દિવસોમાં હાલોલ પાવાગઢ બાયપાસ રોડ અને પાવાગઢ રોડના નાળા પર તેમજ ગોધરા રોડ સહિત કંજરી રોડ પરના વિવિધ સ્થળો તેમજ વિવિધ સોસાયટીઓમાં આવેલા તેમજ નગરના અનેક સ્થળોએ આવેલ દુકાનો,મકાનો,લારી ગલ્લા,કેબીનો સહિતના કાચા પાકા તમામ પ્રકારના દબાણો નગર પાલિકાની દબાણ શાખા ટીમ દ્વારા નગર પાલિકાના મુખ્ય અધિકારી હિરલબેન ઠાકરની આગેવાની હેઠળ તોડી પાડવામાં આવ્યા છે જે અંતર્ગત શનિવારના રોજ મોડી સાંજે હાલોલ નગરના હાર્દ સમા વિસ્તાર ગણાતા કંજરી રોડ ચોકડી પર હનુમાનજી મંદિર નજીક આવેલી કેટલીક ખાણીપીણીની લારીઓ,ગલ્લા ,કેબીનો સહિતના દબાણો તેમજ સ્થાનિકોના દુકાનો અને મકાનો આગળ ઉભા કરાયેલા શેડ,ઓટલા સહિતના ગેરકાયદેસરના દબાણો હાલોલ નગરપાલિકાની દબાણ ટીમ દ્વારા તોડી પાડવામાં આવ્યા હતા અને આ જગ્યાને ખુલ્લી કરી સાફ-સફાઈ કરવામાં આવી હતી અને રોડ રસ્તા ખુલ્લા કરવામાં આવ્યા હતા.