ડીસા માં લૂંટ, ચોરી અને રાયોટિંગ જેવા ગંભીર ગુનાઓ આચરી તરખાટ માચાવનાર શખ્સ સામે તડીપાર નો હુકમ કર્યો છે, પોલીસે નવ જેટલા ગુન્હાઓમાં સંડોવાયેલ શખ્સને ઝડપી તડીપાર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે..
ડીસામાં છેલ્લા ઘણા સમય થી ગુનાહિત પ્રવૃત્તિ ખૂબ જ વધી ગઈ છે, કેટલાક લોકો તો હવે પોલીસ નો ડર જ રહ્યો ન હોય તે રીતે એક પછી એક ગુનાઓ ને અંજામ આપી રહ્યા છે..
લાલચાલી વિસ્તારમાં રહેતા પ્રકાશ રાવળ નામના શખ્સ સામે પણ અત્યાર સુધી નવ જેટલા અલગ અલગ ગુનાઓ નોંધાયેલા છે, જેમાં લૂંટ, ચોરી અને રાયોટિંગ જેવા ગંભીર ગુન્હાઓ આચરી સમાજમાં તરખાટ મચાવતા પોલીસે તેના વિરુદ્ધ કડક કાર્યવાહી કરી છે અને આરોપી ને ત્રણ જિલ્લાઓ માંથી તડીપાર કરવાનો હુકમ કર્યો છે..
ડીસા શહેર ઉત્તર પોલીસે વધતી જતી ગુન્હાખોરીને અટકાવવા માટે ગંભીર પ્રકારના ગુન્હાઓ આચરતા શખ્સો સામે કડક કાર્યવાહી કરવાની શરૂઆત કરી છે, જે અંતર્ગત નવ જેટલા ગુનાઓ આચરી સમાજમાં આતંક મચાવતા શખ્સને બનાસકાંઠા, મહેસાણા અને પાટણ સહિત ત્રણ જિલ્લામાંથી તડીપાર કર્યો છે, પોલીસે આજે આ આરોપીની અટકાયત કરી તેની સામે આગળની કાર્યવાહી હાથ ધરી હતી..