હાલ થોડા દિવસો માં રક્ષા બંધન એટલે ભાઈ અને બહેન ના પવિત્ર બંધન નો ભાઈ અને બહેન ના પ્રેમ ને વ્યક્ત કરતો તહેવાર આવી રહીયો છે જેમાં બહેન દ્વારા પોતાના વહાલ સોયા ભાઈ ને રાખડી બાંધવામાં આવશે જ્યારે ભાઈ એ બહેન ને મીઠાઈ અને ભેટ આપી ખુશ કરશે ત્યારે આજે રક્ષાબંધન ના પવિત્ર તહેવાર ને માળીયા હાટીના તાલુકા ના ગળુ શહેર ખાતે આવેલ દધિચી શેક્ષણીક સંકુલ માં અભ્યાસ કરતી બહેનો દ્વારા કૈક અલગ રીતે ઉજવણી કરવામાં આવી હતી.
સાંપ્રત સમય માં સમગ્ર વિશ્વ જ્યારે ગ્લોબલ વોર્મિંગ સામે ઝઝૂમી રહીયું છે ત્યારે સંકુલ માં અભ્યાસ કરતી બહેનો એ ગીતાજી ના શ્લોક ના ઉચ્ચારણ સાથે વૃક્ષ ને ભાઈ બનાવી વૃક્ષ ને રાખડી બાંધી હતી,તેમજ વૃક્ષો નું વાવેતર કરી વૃક્ષા બંધન ની ઉજવણી કરી હતી.અને સમગ્ર વિશ્વ ને સંદેશો આપ્યો હતો.
ત્યારે આ કાર્યક્રમ માં ગળુ ના CRC નારણભાઈ રામ સાહેબ, સંસ્થાના નિયામક શ્રી પરાગભાઈ ચારિયા, દિવ્યાબેન, તેમજ ગોવિંદભાઈ ચારિયા,ભગવાન ભાઈ ,ભાવનાબેન ,અને વિદ્યાર્થીઓ હાજર રહિયા હતા.
જ્યારે આ કાર્યકમ દરમિયાન ધોરણ 9 થી 12 સુધી ની વિદ્યાર્થીનીઓ દ્વારા ભારત દેશ ની સરહદો ની રક્ષા કરવા માટે પોતાના પ્રાણની પણ પરવા કર્યા વગર સતત ખડે પગે રહી ભારત દેશ ની સરહદો પર સેવા આપનાર ફોજી જવાનો ને હાથ થી રાખડી બનાવી ને મોકલવામાં આવી હતી.જ્યારે કોલેજ માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનિઓ દ્વારા દરેક ભાઈઓને રાખડી બાંધી અને રક્ષા બંધન ના પવિત્ર તહેવાર ને ઉજવવામાં આવ્યો હતો.
રિપોર્ટ :- પરેશ વાઢીયા (વાઢીયાભાઈ)---સંપર્ક :- 9925095750