વાત કરવામાં આવે તો થોડા સમયમાં ચૂંટણી નો માહોલ આવી રહીયો છે ત્યારે ભારતીય જનતા પક્ષ દ્વારા રાજસ્થાન રાજ્ય માં વિજય બુથ સંકલ્પ અભિયાન યોજવામાં આવ્યું છે ત્યારે તેમાં માળીયા હાટીના અને માંગરોળ ના ધારાસભ્ય ભગવાનજી ભાઈ કરગઠિયા ને મેદાને ઉતારવામાં આવ્યા છે .

રાજસ્થાન રાજ્ય માં આગામી દિવસો માં વિધાનસભા ની ચૂંટણી યોજાશે ત્યારે રાજસ્થાન ના ભીલવાળા જિલ્લા ના શહાડા વિધાન સભા વિસ્તાર માં માળીયા માંગરોળ ના ધારાસભ્ય ભગવાનજીભાઈ છેલ્લા 10 દિવસ થી જોરશોર માં પ્રચાર કરી રહિયા છે ત્યારે તેમની ખાસી લોકચાહના પણ જોવા મળી રહી છે .ત્યારે હમીરગઢ માં શક્તિ કેન્દ્ર ના સંયોજકો,પ્રભારીઓ અને બુથ અધ્યક્ષ સાથે સંવાદો યોજી અને આ વિસ્તાર ના ગામડે ગામડે ભારતીય જનતા પક્ષ નો પ્રચાર કરી રહિયા છે અને રાજસ્થાન રાજ્ય ના વિસ્તારો માં ગામડે ગામડે સભાઓ ગજવી રહિયા છે 

જ્યારે જોવા જઈએ તો આ વિસ્તાર કોંગ્રેશ પાર્ટી નો ગઢ માનવામાં આવે છે અને ત્રણ ટર્મ થી કોંગ્રેશ પાર્ટી નો ઝંડો લહેરાતો રહીયો છે.ત્યારે ભગવાનજી ભાઈ  સાથે ટેલિફોનિક સર્ચા દરમિયાન જણાવ્યું હતું કે આ વખત આ વિસ્તાર માં લોક ચાહના જોતા એવું લાગી રહીયું છે કે ભાજપ નો કેસરિયો લહેરાઈ જશે .પણ કોની હાર અને કોની જીત તે તો ચૂંટણી આવ્યા બાદ અને પૂર્ણ થયા પછી જ ખ્યાલ આવશે

રિપોર્ટ :- પરેશ વાઢીયા (વાઢીયાભાઈ)--સંપર્ક :- 9925095750