સની દેઓલ, અમીષા પટેલ સ્ટારર 'ગદર 2'ને ગુરૂવારે બે અઠવાડિયા પૂરા થઈ ગયા. બીજા સપ્તાહના છેલ્લા દિવસે એટલે કે 24મી ઓગસ્ટનું કલેક્શન સની દેઓલ અને મેકર્સ માટે મિશ્ર રહ્યું છે. સેકનિલ્કે આજના ટ્રેન્ડના આધારે જણાવ્યું છે કે ફિલ્મે ગુરુવારે 9 કરોડની કમાણી કરી છે. જે બાદ ઘરેલુ બોક્સ ઓફિસ પર ફિલ્મનું કલેક્શન 419 કરોડ થઈ ગયું છે.

સની દેઓલ અને મેકર્સ માટે સારા અને ખરાબ સમાચાર છે

ગુરુવારના કલેક્શનમાં 'ગદર 2'ના નિર્માતાઓ માટે સારા સમાચાર એ છે કે ફિલ્મે તેના 14મા દિવસે પણ પોતાની પકડ જાળવી રાખી છે. આ ફિલ્મે કુલ 9 કરોડની કમાણી કરી છે. જે 14માં દિવસની રીતે જોવા જઈએ તો ખૂબ જ શુભ છે. બીજી તરફ ખરાબ વાત એ છે કે પહેલીવાર એક દિવસમાં ફિલ્મની કમાણી ડબલ ડિજિટમાં ઘટી છે. આ ફિલ્મે રિલીઝ થયા પછી એક જ દિવસે 10 કરોડથી ઓછી કમાણી કરી નથી. આ પહેલીવાર છે જ્યારે ફિલ્મની કમાણી 10 કરોડથી નીચે આવી છે. આવી સ્થિતિમાં 'ગદર 2' માટે 'પઠાણ'નો રેકોર્ડ તોડવાની શક્યતાઓ ઘટી ગઈ છે.