પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના એક અંતરિયાળ ગામમાંથી એક મહિલાએ ૧૮૧  અભયમ મહિલા હેલ્પ લાઇન પર કોલ કરી ને જણાવેલ કે મારા પતિ ૧ વર્ષનું બાળક જબરજસ્તીથી  લઈ ગયા છે તે પરત અપાવવા માટે ૧૮૧ મહિલા હેલ્પ લાઈનની જરૂર છે જે માહિતી મળતા ૧૮૧ અભયમ મહિલા હેલ્પ લાઇનની ટીમ સ્થળ પર પહોંચી હતી જેમાં કોલ કરનાર બહેને પોતાની આપવીતી જણાવી હતી જેમાં   તેમના પતિએ રાત્રિના સુમારે મહિલા સાથે મારઝૂડ કરી તેઓને રાતે મારીને કાઠી મુકી હતી જેમાં પીડિત મહિલા રાત્રીના સુમારે પોતાના પિયરમાં પોતાની મારી  છોકરી ને લઈને આવી ગયા હતા જ્યાં તેઓના પતિ આવીને ધમકી આપવા લાગ્યા કે તુ ઘરે નહી આવે તો તારી દીકરીને મારી નાખીશ અને તેની જવાબદારી તારા માથે નાખીશું એમ કહીને માનસિક રીતે હેરાન ગતિ કરતા હતા જેમાં ૧૮૧ અભયમ ટીમ મહિલાને લઈને  મહિલાના સાસરીમા ગયા ત્યા પહોંચ્યા બાદ મહિલાના પતિ સાથે વાત કરી પણ તે કઈ બોલવા તૈયાર ન હતા જે બાદ મહિલાના સાસુ અને સસરા સાથે વાત કરી તેમનું કાઉન્સિલંગ કર્યું હતું અને  તેમને સમજાવી ,સલાહ - સૂચન આપવા છતાં તે લોકો સમજવા તૈયાર ન થયા હતા જેથી પીડિત મહિલાએ આ બાબતે આગળની કાયદાકીય કાર્યવાહી  કરવી છે તેમ જણાવતા ૧૮૧ અભયમ મહિલા હેલ્પ લાઇનની ટીમે મહિલા પાસે લાગતા વળગતા પોલીસ મથકે અરજી અપાવી હતી અને પીડિત મહિલાનું ૧ વર્ષનું નાનું બાળક અને બીજા 2 બાળકોને સહીસલામત મહિલાને અપાવ્યા હતા.