બનાસકાંઠા જિલ્લાના દિયોદરના લીલાધર ગામની સીમમાં આવેલ એક ખેતરમાં ખુલ્લા ચોકમાં કેટલા ઈસમો ભેગા મળી જુગાર રમે રહ્યા છે. જે બાતમી હકીકતના આધારે દિયોદર પોલીસે રેડ કરતા જુગાર રમતા પાંચ ઈસમો ઝડપી પાડ્યા હતા. પોલીસે કુલ 54,હજાર થી વધુ નો મુદ્દા માલ કબજે લઈ છ ઈસમ ઉપર ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દિયોદર પોલીસ સ્ટાફ દિયોદર વિસ્તારમા પ્રોહી જુગાર અંગે પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન સાથેના પોલિસ કોસ્ટેબલ ધર્મેન્દ્રસિંહ નાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે લીલાધર ગામની સીમમા આવેલ રાયમલસિંહ વાઘેલાના ખેતરમા ભાગે જમીનનુ વાવેતર કરી રહેતા હલાજી.ઠાકોર પોતાના ભાગેથી વાવેતર કરેલ ખેતરમાં બનાવેલ રહેણાંક ઢાળીયાની બહારના ખુલ્લા ચોકમા જુગાર રમી રહ્યા છે પોલીસ જે બાતમી હકીકત આધારે રેઇડ કરતા ઈસમો ને ઝડપી પાડ્યા હતા.

જોકે, રેડ દરમિયાન ઝડપાયેલ ઈસમો (1) કનુભાઈ ભુરાભાઈ વજીર રહે.લીલાધર દિયોદર (2) દુગાજી ઈસાજી ઠાકોર રહે.ધનકવાડા દિયોદર (3) નટુજી પ્રતાપજી ઠાકોર રહે.ખસા કાંકરેજ હાલ રહે.લીલાધર દિયોદર (4) ભરતભાઈ મણાભાઈ વજીર રહે.ફોરણા દિયોદર (5) વસરામજી રણછોડજી ઠાકોર મુળ રહે.ઉણ કાંકરેજ હાલરહે.સરદારપુરા(જ) દિયોદર વાળાઓ ની કરવામાં આવી હતી.

 જેમાં 21 હજાર 490 રૂપિયા રોકડ રકમ સહીત કુલ 54 હજાર 990 રૂપિયા નો મુદ્દામાલ પોલીસ કબ્જે કરી (6) હલાજી શંકરાજી ઠાકોર મુળરહે.લીમ્બોણી સુઇગામ હાલ રહે.લીલાધર દિયોદર વાળા નાસી છૂટતા તમામ વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.