આઠમું ભણેલી મહિલાએ સખી મંડળ શરૂ કરી ૫૦ મહિલાઓને રોજગારી આપી પગભર કરીઃ વિવિધ હેન્ડમેડ ચીજવસ્તુઓના વ્યવસાયમાં મેળવી કુશળતા

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

મિશન મંગલમ યોજના અને દીનદયાળ અંત્યોદય યોજના અંતર્ગત લઘુ ઉદ્યોગમાં વિવિધ આઇટમો બનાવી આર્થિક સદ્ધર બન્યા વનિતાબેન સોસા

મહિલા સ્વ-સહાય જુથોના ઉત્થાન માટે આશીર્વાદરૂપ ‘રાખી મેળો’-૨૦૨૩’

 માત્ર ૮ ધોરણ સુધી ભણેલા સુરતના વનિતાબેન સોસાએ આગવી સુઝબુઝથી સખી મંડળની સ્થાપના કરી લધુ ઉદ્યોગ શરૂ કર્યો અને વિવિધ હેન્ડમેડ ચીજવસ્તુઓના વ્યવસાયમાં કુશળતા મેળવવા સાથે ૫૦ મહિલાઓને રોજગારી આપી પગભર કરી છે.

             સુરતના સિંગણપોર મલ્ટીપર્પઝ હોલની બહાર, જય શિવમ સોસાયટીની સામે મહિલા સ્વ-સહાય જુથોના ઉત્થાન માટે દીનદયાળ અંત્યોદય યોજના અને રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન અંતર્ગત સુરત મનપા આયોજિત ‘રાખી મેળા’-૨૦૨૩’માં પોતાના મંડળ દ્વારા બનાવવામાં આવેલી રાખડીઓનું વેચાણ કરતાં વનિતાબેન સોસા પોતાની કલા કારીગરીથી આત્મનિર્ભર બન્યા છે, અને અન્ય મહિલાઓને રોજગારી પૂરી પાડવામાં નિમિત્ત બન્યા છે.

            વનિતાબેન જિગીશભાઇ સોસાએ જણાવ્યું હતું કે,મહિલાઓ પોતે પગભર બને એના માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ યોજનાઓ અમલી છે. જેના થકી મારા જેવી અનેક મહિલાઓએ લઘુઉદ્યોગ સ્થાપીને સ્વરોજગારીની તકો મેળવી શકી છે. મેં આજથી સાત વર્ષ પહેલા આજુબાજુના ઘરની ૧૦ મહિલાઓએ સાથે મળી પિયુ સખી મંડળની સ્થાપના કરી હતી.જે માં રાજ્ય સરકારની મિશન મંગલમ યોજના અને દીનદયાળ અંત્યોદય યોજના થકી લઘુ ઉદ્યોગ શરૂ કરવા માટે તાલીમ અપાઈ હતી. તાલીમ પુર્ણ કર્યા બાદ મિશન મંગલમ યોજનામાં રૂ.૨૫,૦૦૦ અને દિનદયાળ યોજના થકી રૂ.૧૦,૦૦૦ની લોનસહાય મળી હતી. આ મુડીનો ઉપયોગ કરી રો-મટીરિયલની ખરીદી કરી હેન્ડમેડ વસ્તુઓ જેવી કે, સ્ટાઈલિશ રાખડીઓ, બ્રેસલેટ, મોતીઓ, મેટલ, કંગન, નવરાત્રિની સામગ્રી, માસ્ક, કાપડની થેલી, પેપરબેગ બનાવી બજારમાં વેચાણ કરવાનું શરૂ કર્યું છે. હાલ અમારી સાથે ૫૦થી વધુ મહિલાઓ જોડાયેલી છે, જેઓ દર મહિને ઘર બેઠા ગૃહઉદ્યોગ થકી રૂ.૩,૦૦૦ની કમાણી કરી રહી છે.

           વધુમાં તેમણે જણાવ્યું કે, ભવિષ્યમાં ઉદ્યોગને આગળ વધારી વધુમાં વધુ મધ્યમવર્ગીય મહિલાઓને જોડવાનો સંકલ્પ છે. જેથી અમે વર્ષ દરમિયાન વિવિધ સ્થળે યોજાતા એક્ઝિબિશનમાં ભાગ લઈને આર્થિક પગભર બન્યાં છીએ. ઉત્પાદન અને વેચાણમાં વધારો થયો છે અને અમારા જુસ્સાને વેગ મળતા કાર્યક્ષમતામાં પણ વૃદ્ધિ થઇ છે તેમ એમણે ઉમેર્યું હતું.