અરવલ્લી -ભિલોડા તાલુકાની મોટાકંથારીયા હાઈસ્કૂલમાં સ્વયં શિક્ષકદિનની ઉજવણી કરવામાં આવી.                                      

   જયહિન્દ સેવામંડળ સંચાલિત શ્રી.જે.બી.ઉપાદયાય.ઉ.મા.શાળા મોટાકંથારીયા ખાતે 13મી સપ્ટેમ્બરના રોજ સ્વયંમશિક્ષકદિન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. જેમાં ધોરણ 12ના ઢુસા સેજલ આચાર્ય બન્યા હતા.તેમજ ઉપઆચર્ય નિનામા દિયાબેન બન્યા હતા.તેમજ પાંડોર હાર્દિકએ સેવક તરીકે ફરજ બજાવી હતી.અન્ય બાવીશ વિધાર્થીઓ શિક્ષક તરીકે ભૂમિકા અદા કરી હતી તેમજ મા.શિક્ષકશ્રી.વી.એમ પટેલે દ્વારા પાઠનું નિરિક્ષણ કરવામાં આવ્યું. સ્વયંમશિક્ષકદિન કાર્યક્રમના અંતે નિનામા દિયા, તથા ઢૂ્સા પિયુષ, પાંડોર વર્ષાને શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદ કરી સન્માનિત કરવા આવ્યા.તેમજ સંચાલકશ્રી વિ.વિ.નિનામા તથા શાળાનાં આચાર્ય એમ.ડી.ડામોર સાહેબ તેમજ સ્ટાફ પરિવાર દ્વારા વિધાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા .               

 આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન તથા સાંસ્કૃતિક પ્રવૃત્તિ ઇન્ચાર્જ શ્રી.આર.વી.પટેલ સાહેબ દ્વારા ખૂબજ સુંદર રીતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. બ્યૂરો રિપોર્ટ જ્યોતિકા ખરાડી અરવલ્લી.