પંચમહાલ જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓની સુચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લા એલસીબી પોલીસ શાખા ગોધરાની ટીમ જિલ્લામાં ચાલતી અસામાજિક  દારૂની પ્રવૃત્તિને ડામવાની કોશિષમાં જોતરાઈ  છે જે અંતર્ગત પંચમહાલ જિલ્લા એલસીબી પોલીસના કર્મચારી કેતનભાઇ દેવરાજભાઈને મળેલી બાતમીના આધારે જિલ્લા એલસીબી પોલીસના કર્મચારી કેતનભાઇ દેવરાજભાઈ તથા સોમાભાઈ અર્જુનભાઈએ હાલોલ શહેરના ઇન્દિરા નગર ખાતે આવેલ ભીમનાથ મહાદેવ પાસે રહેતા ઇન્દ્રસિંહ ઉર્ફે ઇન્દ્રો રણજીતસિંહ ચૌહાણના રહેણાંક મકાનમાં છાપો માર્યો હતો જેમાં એલસીબી પોલીસે તેના ઘરમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂના વ્હિસ્કીના ક્વાટરીયા નંગ 485 જેની કિંમત 47,045/-  રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો જોકે એલસીબી પોલીસની રેડ દરમ્યાન બુટલેગર ઇન્દ્રસિંહ ઉર્ફે ઈન્દ્રો રણજીતસિંહ ચૌહાણ ઘરે હાજર ન મળી આવતા એલસીબી પોલીસે તેની સામે હાલોલ ટાઉન પોલીસમાં મથકે પ્રોહિબિશન એકટ હેઠળ ગુનો નોંધી આગળની કાયદાકીય કાર્યવાહી કરી તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं