SMVS શ્રી સ્વામિનારાયણ મંદિર ભાવનગર દ્વારા આયોજિત પવિત્ર શ્રાવણ માસ કથા યુવાનો જાગો..સમસ્યા અને સમાધાન તા.૨૫/૮ થી ૨૬/૮/૨૩ શુક્ર શનિ ના રોજ રાત્રે ૮:૩૦ થી ૧૦:૩૦ તથા પૂર્ણાહુતિ તા.૨૭/૮/ ૨૩ રવિવારે સાંજે ૭: થી ૯:૦૦ ઠે.લેઉવા પટેલ સમાજ ની વાડી , હિફલી ,બોટાદ ખાતે યોજાશે.
પૂ.સદગુરુ અનાદિ મુક્ત સત્ય સંકલ્પ દાસ સ્વામીજી ની પ્રેરણા થી યુવકોના જીવન સુખ- શાંતિસભર બની રહે તેવા દિવ્ય હેતુથી પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ત્રિ દીનાત્મક પારાયણ માં યુવાનો જાગો કાર્યક્રમ નું આયોજન કરેલ છે. આજની ફાસ્ટ લાઈફમાં કિશોરો યુવાનો ના જીવન માં ઉદ્દભવતા વ્યક્તિગત અને પારિવારિક પ્રશ્નો ના સમાધાન માટે *યુવાનો જાગો* એ વિષય પર સુંદર આયોજન છે.
જેમાં પૂ.મૂર્તિસ્વામી તથા અલગ અલગ પૂ. સંતો ની કથા વાર્તા નો લાભ મળશે.દરરોજ સભા બાદ પ્રસાદ નો લાભ મળશે.પૂર્ણાહુતિ ના દિવસે મહાપ્રસાદ (ફરાળી જમણવાર ) રાખેલ છે. આ પારાયણ માં સૌ ને મિત્ર- પરિવાર સહિત પધારવા નિમંત્રણ છે.