મોર્હરમના તહેવારોમાં જ ગોજારી ઘટનાથી મુસ્લિમોમાં માતમ વીજ લાઇનમાં તાજીયાનો ભાગ અડી જતા વીજ શોક લાગ્યો ઈજાગ્રસ્તને સારવાર માટે જી.જી હોસ્પિટલમાં ખસેડાયા જામનગર શહેરના ધરાનગર વિસ્તારમાં તાજીયાના જુલુસ ગતરાત્રીના પડમાં આવતી વેળાએ 8 જેટલા લોકોને વીજ કરંટ લાગતા દોડધામ મચી ગઈ હતી અને તમામને હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યા બે લોકોના મોત થતા મુસ્લિમ સમાજમાં માતમ સાથે અરેરાટી વ્યાપી ગઈ છે. ઈજાગ્રસ્તને જી.જી હોસ્પિટલમાં ખસેડાયા શહેરના ધરાનગર વિસ્તારમાં મોર્હરમના પર્વ નિમીતે તાજીયા પડમાં આવતી વેળાએ ઉપરથી પસાર થતી હેવી વોલ્ટેજ વીજ લાઈનમાં તાજીયાનો ભાગ અડી જતા ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જેમાં 8 જેટલા લોકો દાજી જતા ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાં આશીફ મલેક મોહમદ વાહિદ ના કરૂણ મોત નિપજતા મુસ્લિમ સમાજમાં શોક વ્યાપી ગયો છે. જ્યારે અન્ય વ્યક્તિઓ સારવારમાં છે. જેમાં એક ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. આ અચાનક બનેલી ઘટનામાં નાશભાગ મચી ગઈ હતી તમામને જામનગરની જીજી હોસ્પિટલમાં ખસેડાયા હતા બનાવની જાણ થતા જ લોકોના ટોળા એકઠા થયા હતા હોસ્પિટલના ટ્રોમા વાર્ડેમાં માતમ છવાઈ ગયો હતો. લીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો વોર્ડ નં-2ના સ્થાનિક કોર્પોરેટર જયરાજસિંહ જાડેજા અને જયેન્દ્રસિંહ ઝાલા સહિતના મુસ્લીમ આગેવાનો દોડી ગયા હતા ઘટનાના પગલે એસ.પી પ્રેમસુખ ડેલું તથા Dysp જયવીર સિહ ઝાલા સહિતનો પોલીસ કાફલો તાબડતોબ જી.જી હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. 

વિપુલ મકવાણા