ઠાકોર સમાજ નું ગૌરવ,,,કેનેડા માં અભ્યાસ અર્થે જતો ઠાકોર સમાજ નો દીકરો
રઘુભાઈ નાઈ દિયોદર, બનાસકાંઠા
વર્તમાન સમયમાં શિક્ષણ મહત્વ વધી ગયું છે. શિક્ષણ થકી સમાજ ની ઓળખ બની છે. ત્યારે ગુજરાત માં ઠાકોર સમાજ ના દીકરા દીકરીઓ શિક્ષણ માં આગળ આવી રહી છે. ત્યારે તાજેતરમાં બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકા ના તેરવાડા ગામ માં રહેતા ઠાકોર ઈશ્વરજી કરશનજી( મંત્રી દૂધ મંડળી ) નો દીકરો અશ્વિન ઠાકોર જેઓ કેનેડા માં M.B.B.S નો અભ્યાસ માટે ગયો છે.કેનેડા માં શિક્ષણ મેળવી સમાજ ,ગામ અને પરિવાર નું નામ રોશન કરશે છે. જોકે અત્યારે અશ્વિન ઠાકોર ને શુભેચ્છકો દ્વારા ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.અનેક આગેવાનો દ્વારા ઉપસ્થિત રહી શુભેચ્છાઓ પાઠવી અશ્વિન ને કેનેડા જવા માટે ના આર્શીવાદ આપ્યા હતા...