સુરત શહેરમાં જૈન સમુદાય લોકો રહે છે, અને અવારનવાર જૈન દિક્ષાના શુભ અને અતિ ભવ્ય પ્રસંગો યોજાય છે. આજથી 7 મહિના પહેલા એટલે કે 14 જાન્યુઆરીમાં અતિ ભવ્ય અને રાજવીશૈલીમાં દીક્ષા મહોત્સવ યોજાયો હતો.સૌથી ખાસ વાત એ છે કે, સુરતના હીરાના વેપારી મોહનભાઈ સંઘવીની પૌત્રી અને ધનેશ-અમીબેનની 9 વર્ષની પુત્રી દેવાંશી દીક્ષા લીધી અને સંયમનો માર્ગ અપનાવ્યો.દેવાંશી સંઘવી એન્ડ સન્સના પિતામહ કહેવાતા મોહન સંઘવીના એકમાત્ર દીકરા ધનેશ સંઘવીની દીકરી છે. જેમની કંપનીનું વાર્ષિક સો કરોડની આસપાસનું ટર્નઓવર છે. વૈભવશાળી જીવન હોવા છતાં પણ પરિવાર શરૂઆતથી જ ધાર્મિક છે. દેવાંશી બાળપણથી જ સંસ્કારી અને પ્રભુ ભક્તિમાંલિન થયેલી છે.દેવાંશી 5 ભાષામાં જાણકાર છે. તે સંગીત, સ્કેટિંગ, માનસિક ગણિત અને ભરતનાટ્યમમાં અતિ કુશળ છે. દેવાંશી પાસે વૈરાગ્ય શતક અને તત્ત્વાર્થ પ્રકરણો જેવાં મહાન પુસ્તકો છે. તેણે ક્યુબામાં પણ ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.સંસાર નો ત્યાગ કરીને દેવાંશીએ દીક્ષા લઈને પૂજ્ય સાધ્વી દીગંતપ્રજ્ઞાશ્રીજી‌ મ. સા. તરીકે નામ ધારણ કર્યું. સંસારથી સંયમના માર્ગે સુઘીની સફર ખૂબ જ યાદગાર અને સુરત શહેરના લોકો માટે અવિસ્મરણીય બની ગઈ.

દેવાંશીની વરસીદાન યાત્રામાં 4 હાથી, 20 ઘોડા, 11 ઊંટ હતા. સૌથી ખાસ વાત એ છે કે, આ દીક્ષા સમારોહને હજારો વ્યક્તિ સારી રીતે દીક્ષા માણી શકે એ માટે વિશાળ રાજમહેલ જેવા મંડપમાં પેવેલિયન જેવી બેઠક વ્યવસ્થા ગોઠવાઈ હતીદરેક પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી હતી અને આ દીક્ષા મહોત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવાયો અને સુરત શહેરના લોકો માટે યાદગાર બની ગયું. ખરેખર વૈભવશાળી જીવન પામવા દરેક વ્યક્તિ તનતોડ મહેનત કરે છે છતાં એ સુખને પામી શકતા નથી પરંતુ 9 વર્ષની દીકરીએ એક જ પળમાં વૈભવશાળી જીવન છોડીને સંયમી જીવન પસંદ કર્યું.