ગુનાની ટૂંક વિગતઃ-
જડીબેન વા/ઓ. સાર્દુળભાઇ દેવશીભાઇ હડીયા, ઉ.વ.૬૫, રહે.ખાખબાઇ, પ્લોટ વિસ્તાર, રાધાક્રિષ્ના મંદીરની પાછળની શેરી, તા.રાજુલા, જિ.અમરેલી વાળા
ગઇ તા.૧૫/૦૫/૨૦૨૩ ના રોજ રાત્રિના પોતાના ઘરે સુતા હતા તે દરમિયાન આશરે ત્રણેય વાગ્યે અજાણ્યા ઇસમો આ જડીબેનના ઘરમાં ગે.કા. પ્રવેશ કરી,
જડીબેનને મોઢાના ભાગે ઢીકા મારી મુંઢ ઇજા કરી, તેનું મોઢુ દબાવી રાખી બળજબરીથી જડીબેનના કાનમાં પહેરેલ સોનાના વેઢલા નંગ - ૬ કિ.રૂ.૪૫,૦૦૦/- તથા કાનમાં પહેરવાની સોનાની ટોટી નંગ - ૧ કિ.રૂ.૨૫,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૭૦,૦૦૦/- ની લુંટ કરી
તેમજ આ જડીબેનની બાજુમાં રહેતા વિનુભાઇ બોધાભાઇ કાતરીયાના મકાનમાં પણ ગે.કા. પ્રવેશ કરી, ઘરની તીજોરી અને પેટીના તાળા તોડી ચોરી કરેલ હોય,
જે અંગે જડીબેને અજાણ્યા આરોપીઓ વિરૂધ્ધ ફરીયાદ જાહેર કરતા રાજુલા પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૩૦૫૦૨૩૦૨૦૩/૨૦૨૩, ઇ.પી.કો. કલમ ૩૯૪, ૪૫૭, ૪૫૨, ૩૮૦, ૩૨૩, ૧૧૪ મુજબનો ગુનો રજી. કરવામાં આવેલ.
જે અન્વયે અમરેલી એલ.સી.બી. .ટીમ દ્વારા ઉપરોકત ગુનાના અજાણ્યા આરોપી અંગે તપાસ હાથ ધરવામાં આવેલ
અને આજ રોજ તા.૨૨/૦૮/૨૦૨૩ નાં રાજુલા વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન રાજુલા, બાયપાસ રોડ, કુંભનાથ મહાદેવ મંદીરની સામેથી એક ઇસમને શંકાસ્પદ હાલતમાં પકડી પાડી, મજકુર ઇસમની સઘન પુછ પરછ કરતા ઉપરોકત લુંટના ગુનાની કબુલાત આપતા, પકડાયેલ આરોપીને આગળની કાર્યવાહી થવા રાજુલા પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.
→ પકડાયેલ આરોપીઃ-
દિનેશ ઉર્ફે દકો દેવાભાઇ પરમાર, ઉં.વ.૧૯, રહે.વિજપડી, તા.સાવરકુંડલા, જિ.અમરેલી.
પકડવાના બાકી આરોપીઓઃ-
(૧) વિક્રમ કેશુભાઇ પરમાર, રહે.વિજપડી, તા.સાવરકુંડલા, જિ.અમરેલી,
(૨) દેવાયત સંગ્રામભાઇ ચારોલીયા, રહે.વડલી, તા.મહુવા, જિ.ભાવનગર.
(૩) નાથા ભામાભાઇ પરમાર, રહે.કરમદીયા, તા.મહુવા, જિ.ભાવનગર.
ઉપરોકત પકડવાના બાકી ત્રણેય આરોપીઓ રાજુલા, ડુંગર રોડ ઉપર આવેલ મહાલક્ષ્મી મીની ઓઇલ મીલમાંથી ઘરફોડ ચોરીના ગુનામાં પકડાયેલ હોય,
ત્રણેય આરોપીઓ હાલ આ ગુન્હામા અમરેલી ખાતે જિલ્લા જેલમા છે.
→ પકડાયેલ આરોપીની પુછપરછ દરમિયાન ખુલવા પામેલ હકીકતઃ-
આજથી આશરે ત્રણેક મહિના પહેલા દિનેશ ઉર્ફે દકો દેવાભાઇ પરમાર, રહે.વિજપડી તથા વિક્રમ કેશુભાઇ પરમાર, રહે.વિજપડી તથા દેવાયત સંગ્રામભાઇ ચારોલીયા, રહે.વડલી તથા નાથા ભામાભાઇ પરમાર, રહે.કરમદીયા એમ ચારેય ઇસમોએ ચોરી કરવાનો પ્લાન બનાવેલ
અને ચોરી કરવા માટે બોલેરો પીકઅપ ગાડી લઇ ચારેય ઇસમો રાજુલા, હીંડોરણા ચોકડીએ ભેગા થયેલ.
બાદમાં આ ચારેય ઇસમો બોલેરો પીકઅપ ગાડી લઇ મોડી રાત્રીના સમયે ખાખબાઇ ગામે ગયેલ
અને ખાખબાઇ ગામે એક મકાનમાં પ્રવેશ કરી ઘરની તીજોરી તથા પેટીના તાળા તોડી સોનાના દાગીના તથા રોકડા રૂપિયાની ચોરી કરેલ
તેમજ તેની બાજુમાં આવેલ એક મકાનમાં ચોરી કરવા જતા એક મોટી ઉંમરના બહેન જાગી જતા તેને માર મારી તેણે પહેરેલ સોનાના વેઢલા નંગ - ૬ તથા કાનમાં પહેરવાની સોનાની ટોટી નંગ - ૧ ની લુંટ કરેલ હોવાની હકિકત જણાવેલ છે.
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક હિમકરસિંહ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. એ.એમ.પટેલ તથા અમરેલી એલ.સી.બી.ના એ.એસ.આઇ. બહાદુરભાઇ વાળા તથા હેડ કોન્સ. તુષારભાઇ પાંચાણી તથા પો.કોન્સ. લીલેશભાઇ બાબરીયા, વિનુભાઇ બારૈયા, યુવરાજસિંહ વાળા દ્વારા કરવામાં આવેલ છે.
રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી.