દિયોદર પડતર માગણી ને લઈ ફેર પ્રાઇઝ એસોસિયેશન દ્વારા આવેદન પત્ર પાઠવી રજુઆત કરી..સપ્ટેમ્બર મહિનામાં માં ગોડાઉન માંથી જથ્થો નહી ઉપાડવાની ચીમકી..દિયોદર તાલુકાના સસ્તા અનાજ ની દુકાન ના સંચાલકોએ પડતર પ્રશ્નો બાબતે મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું અને સરકાર દ્વારા સંચાલકોની માંગણી પૂરી કરવામાં નહીં આવે તો સપ્ટેમ્બરમાં માલ નહીં ઉપાડે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.વારંવાર માંગણી છતાં યોગ્ય હકારાત્મકતા પરિણામ નહીં મળતા આ સંચાલકો ગાંધીચિંધ્યા માર્ગે જવા માટે તેમજ મોંઘવારીમાં રાજ્ય લેવલના એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે તારીખ 1 ઓગસ્ટના રોજ મળેલ સાધારણ સભામાં સર્વોનુંમતે નક્કી થયા મુજબ આગામી સપ્ટેમ્બર 2023 નો જથ્થો ગુજરાતના કોઈપણ સસ્તા અનાજની દુકાનના સંચાલક દુકાને કાર્ડ ગ્રાહકોને વિતરણ માટે જથ્થો ઉપાડશે નહીં તેવું જાહેર કર્યું હતું જેને લઇ દિયોદરના સંચાલકોએ પણ સમર્થન આપી મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું અને રજૂઆત કરી હતી કે સપ્ટેમ્બર 2023 નો જથ્થો ઉપાડશે કે દુકાને ઉતારશે નહીં દિયોદર મામલતદાર કચેરી ખાતે તાલુકા ભરના સસ્તા અનાજની દુકાનના સંચાલકો હાજર રહ્યા હતા અને ભારત માતા કી જય ના નારા લગાવી રજૂઆત કરતા નજરે પડ્યા હતા....