બનાસકાંઠા જિલ્લામાં વધતી જતી અકસ્માતોની ઘટનામાં અસંખ્ય લોકો પોતાના જીવ ગુમાવી રહ્યા છે. હમણાં જ થોડાક દિવસ પહેલા બનાસકાઠા જિલ્લાના અમીરગઢ પાસે રોડની સાઈડમાં ઉભેલ રાહદારીને એક કાર ચાલકે ટક્કર મારતો ઘટના સ્થળે મોત થયું હતું ત્યાર પછી બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં કાંટ રોડ ઉપર પણ અકસ્માતમાં એક રાહદારીની ઘટના સ્થળે મોત થયું હતું ત્યારે વાત કરીએ તો ડીસા તાલુકાના જુનાડિસા પાસે. ડીસા પાટણ હાઇવે પર આવેલા ખરડોસણ ગામ નજીક બાઇક અને ઇકો કારની ટક્કર વાગતા એક આધેડ રાહદારીનું મોત નીપજયું છે.. મૃતક નું નામ લીલાભાઈ દેસાઇ નામનો હોવાનો બહાર આવ્યો હતો ત્યારે આધેડ પાટણ હાઇવે પર ખરડોસણ ગામ નજીકથી પસાર થઈ રહ્યો હતો તે દરમ્યાન પાછળથી આવી રહેલા બાઇક અને ઇકો કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી તે દરમિયાન સાઈડમાં ચાલતા રાહદારીને ટક્કર વાગતા ઘટના સ્થળે જ પ્રાણપંખેરું ઉડી ગયું હતું
ઘટનાની જાણ આજુબાજુ તથા હાઇવે ઉપર લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને ડીસા તાલુકા પોલીસને જાણ કરતા તાલુકા પોલીસ ઘટના આવી ટ્રાફિક ખુલ્લો કરાવી મૃતકની લાશને ડીસાની સરકારી હોસ્પિટલ ખાતે પીએમ માટે ખસેડવામાં આવી હતી પોલીસ આ ઘટનામાં અકસ્માતે મોતનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
અહેવાલ અમૃત માળી ડીસા