સમગ્ર બોટાદ જિલ્લામાં ‘મારી માટી, મારો દેશ’ અભિયાન હેઠળ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. બોટાદ જિલ્લામાં 180 ગ્રામ પંચાયત, 4 તાલુકા તથા 3 પાલિકા કક્ષાએ અનેક કાર્યક્રમો યોજાયા હતા. જે અંતર્ગત સમગ્ર જિલ્લામાં 187 શિલાફલકમના નિર્માણ સાથે 12,185 નાગરિકો દ્વારા સેલ્ફી અપલોડ કરવામાં આવી છે. 

          જિલ્લામાં ‘મારી માટી, મારો’ દેશ અભિયાન હેઠળ યોજાયેલા કાર્યક્રમોમાં 29,668 નાગરિકોએ પંચપ્રાણ પ્રતિજ્ઞા લીધી હતી. તેમજ 189 અમૃત વાટીકાનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ સાથે જિલ્લામાં કુલ 14,898 રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું છે. 864 વીરોના સન્માન સમારોહ કાર્યક્રમ સાથે બોટાદના ગ્રામ્ય તથા શહેરીકક્ષાએ યોજાયેલી તિરંગા રેલી તથા રાષ્ટ્રગાનમાં 29,598 નાગરિકો સહભાગી થઇ દેશભક્તિમય બન્યા