સુરેન્દ્રનગર એસઓજી ટીમ ચોટીલા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોવા દરમિયાન ગાંજા અંગે બાતમી મળી હતી.આથી મોટાકાંધાસર ગામે સીમમાં તપાસ કરતા એક શખ્સ 1.95 કિલો ગાંજા રૂ.19,500ના મુદામાલ સાથે ઝડપી પડાયો હતો.સુરેન્દ્રનગર જિલ્લામાં નશાકારક પદાર્થોનું ગેરકાયદેસર રાખનાર કે વેચાણ કરનાર સામે કાર્યવાહી કરવા જિલ્લા પોલીસ વડાની સુચનાને લઇ એસઓજી ટીમો બનાવી તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગ હાથ ધરાયુ હતુ.ચોટીલા વિસ્તારમાં હોવા દરમિયાન ગાંજા અંગે બાતમી મળી હતી.આથી મોટાકાંધાસર ગામની વડીવાળી પાટી સીમમાં તપાસ હાથ ધરી હતી.જ્યાંથી ચોટીલામોટાકાંધાસર ગામના વિનાભાઇ વિઠ્ઠલભાઇ બાવળીયાના ખેતરમાં ગેરકાયદેસર રીતે લીલાગાંજાના છોડનું વાવેતર કર્યુ હતુ.આથી 1 કિલો અને 950 ગ્રામ કિંમત રૂ.19,500 મુદામાલ સાથે ઝડપી પાડ્યા હતા.આ આરોપી સામે ચોટીલા પોલીસ સ્ટેશન ગુનો નોંધાવાયો હતો.