હિંમતનગર તાલુકાના હાજીપુર ગામે આવેલ એક સોસાયટીના બે મકાનમાં રવિવારે વહેલી પરોઢે અજાણ્યા શખ્સોએ ચોરીના ઈરાદે આવી ઘરની તિજોરીમાં મૂકેલ સોના-ચાંદીના દાગીના તથા રોકડ મળી અંદાજે રૂા. પ.ર૩ લાખથી વધુની મત્તાની ચોરી કરી લઈ ગયાની બે ફરીયાદ રવિવારે હિંમતનગર એ.ડીવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવાઈ હતી.
પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી મુજબ હિંમતનગરના સહકારીજીન રોડ પર આવેલ વ્રજ સોસાયટીમાં રહેતા પંકજભાઈ ડાયાભાઈ સોલંકીએ નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યા મુજબ શુક્રવારે વહેલી પરોઢે તેમના હાજીપુરમાં આવેલ શ્રી વિલા સોસાયટીના બંધ મકાનમાં ચોરીના ઈરાદે આવેલા શખ્સોએ મકાનના મુખ્ય દરવાજાનો નકુચો તોડી અંદાર પ્રવેશ કર્યો હતો.
ત્યારબાદ અજાણ્યા શખ્સોએ તિજોરીમાંથી રૂા. પ૪ હજારની કિંમતની સોનાની કાનની ચેઈન વાળી ઝુમ્મર, રૂા. ૮૧ હજારનો સોનાની પેડલવાળી ચેઈન, રૂા. ૧૭ હજારની અડધા તોલાની સોનાની વીંટી રૂા. ૭૩૦૦ ની ચાંદીની લક્કી, રૂા. ૧.૧પ લાખ રોકડા, પંકજભાઈ સોલંકીના માતા લીલાબેનના તિજોરીમાં મૂકેલ રૂા. ૩ હજાર રોકડ, રૂા. ૩૬,પ૦૦ ના ચાંદીના કડા, રૂા. ૩૬પ૦ ના ચાંદીના પાટલા,  ૩૬પ૯ ના પગમાં પહેરવાની ચાંદીની અંગુઠી તથા ૧૮રપ કિંમતના ચાંદીના ચડા મળી અજાણ્યા શખ્સો અંદાજે રૂા. ૩,૩ર,૯રપ ની મત્તાની ચોરી કરી લઈ ગયાની ફરીયાદ હિંમતગનર એ.ડીવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવાઈ હતી.
આ ઉપરાંત શ્રી વિલા સોાસયટીમાં રહેતા જયદેવ ગીરધરભાઈ કામીસેટ્ટીના મકાનમાંથી પણ રવિવારે વહેલી પરોઢે અજાણ્યા શખ્સોએ તેમના મકાનમાંથી રૂા. ર૭ હજારની સોનાની ચેઈન, ૮૧ હજારનો સોનાનો દોરો, રૂા. ર૭ હજારની બે સોનાની વીંટી, જયદેવભાઈના ભાભીના રૂા. ર૭ હજારના સોનાના ઝુમ્મર, રૂા. ૧૪,૬૦૦ ચાંદીના છડા તથા રૂા. ૧પ હજાર રોકડા મળી અંદાજે રૂા. ૧,૯૧,૬૦૦ની મત્તાની ચોરી કરી  લઈ ગયા હતા. આ ઉપરાંત મૌલિકભાઈ મગનભાઈ બોડાતના ઘરમાં પણ ચોરી થયાનું ફરીયાદમાં જણાવાયું હતુ.