હિંમતનગર તાલુકાના હાજીપુર ગામે આવેલ એક સોસાયટીના બે મકાનમાં રવિવારે વહેલી પરોઢે અજાણ્યા શખ્સોએ ચોરીના ઈરાદે આવી ઘરની તિજોરીમાં મૂકેલ સોના-ચાંદીના દાગીના તથા રોકડ મળી અંદાજે રૂા. પ.ર૩ લાખથી વધુની મત્તાની ચોરી કરી લઈ ગયાની બે ફરીયાદ રવિવારે હિંમતનગર એ.ડીવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવાઈ હતી.
પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી મુજબ હિંમતનગરના સહકારીજીન રોડ પર આવેલ વ્રજ સોસાયટીમાં રહેતા પંકજભાઈ ડાયાભાઈ સોલંકીએ નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યા મુજબ શુક્રવારે વહેલી પરોઢે તેમના હાજીપુરમાં આવેલ શ્રી વિલા સોસાયટીના બંધ મકાનમાં ચોરીના ઈરાદે આવેલા શખ્સોએ મકાનના મુખ્ય દરવાજાનો નકુચો તોડી અંદાર પ્રવેશ કર્યો હતો.
ત્યારબાદ અજાણ્યા શખ્સોએ તિજોરીમાંથી રૂા. પ૪ હજારની કિંમતની સોનાની કાનની ચેઈન વાળી ઝુમ્મર, રૂા. ૮૧ હજારનો સોનાની પેડલવાળી ચેઈન, રૂા. ૧૭ હજારની અડધા તોલાની સોનાની વીંટી રૂા. ૭૩૦૦ ની ચાંદીની લક્કી, રૂા. ૧.૧પ લાખ રોકડા, પંકજભાઈ સોલંકીના માતા લીલાબેનના તિજોરીમાં મૂકેલ રૂા. ૩ હજાર રોકડ, રૂા. ૩૬,પ૦૦ ના ચાંદીના કડા, રૂા. ૩૬પ૦ ના ચાંદીના પાટલા, ૩૬પ૯ ના પગમાં પહેરવાની ચાંદીની અંગુઠી તથા ૧૮રપ કિંમતના ચાંદીના ચડા મળી અજાણ્યા શખ્સો અંદાજે રૂા. ૩,૩ર,૯રપ ની મત્તાની ચોરી કરી લઈ ગયાની ફરીયાદ હિંમતગનર એ.ડીવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવાઈ હતી.
આ ઉપરાંત શ્રી વિલા સોાસયટીમાં રહેતા જયદેવ ગીરધરભાઈ કામીસેટ્ટીના મકાનમાંથી પણ રવિવારે વહેલી પરોઢે અજાણ્યા શખ્સોએ તેમના મકાનમાંથી રૂા. ર૭ હજારની સોનાની ચેઈન, ૮૧ હજારનો સોનાનો દોરો, રૂા. ર૭ હજારની બે સોનાની વીંટી, જયદેવભાઈના ભાભીના રૂા. ર૭ હજારના સોનાના ઝુમ્મર, રૂા. ૧૪,૬૦૦ ચાંદીના છડા તથા રૂા. ૧પ હજાર રોકડા મળી અંદાજે રૂા. ૧,૯૧,૬૦૦ની મત્તાની ચોરી કરી લઈ ગયા હતા. આ ઉપરાંત મૌલિકભાઈ મગનભાઈ બોડાતના ઘરમાં પણ ચોરી થયાનું ફરીયાદમાં જણાવાયું હતુ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Dimensity 8250 चिपसेट से लैस होगा OPPO Reno 12? जल्द लॉन्च होंगे नए स्मार्टफोन
मीडियाटेक ने बीते दिन ही अपने MDDC 2024 (MediaTek Dimensity Developer Conference 2024) इवेंट में...
ट्रोल हो रहे सचिन तेंदुलकर, बैट की ग्रिप को साफ करते देख भड़के फैंस| EMS TV 14-Sep-2022
ट्रोल हो रहे सचिन तेंदुलकर, बैट की ग्रिप को साफ करते देख भड़के फैंस| EMS TV 14-Sep-2022
ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકે વેપારીઓની બેઠક યોજાઇ હતી..
ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકે વેપારીઓની બેઠક યોજાઇ હતી..
कांग्रेस ने की अपील- राहुल गांधी को अयोग्य ठहराने की साजिश के खिलाफ खड़े हों देशवासी
नई दिल्ली। कांग्रेस ने मानहानि के मुकदमे के सहारे राहुल गांधी की मुखर आवाज को बंद कर...
नैनवा : पुलिस उपाधीक्षक के सानिध्य में हुआ पौधरोपण
नैनवां,सात दिवसीय रानी लक्ष्मीबाई आत्म रक्षा प्रशिक्षण व बुनियादी साक्षरता एवं संख्या ज्ञान...