તિરુપતિ રાજનગર માં ૩૧૧ વૃક્ષો વાવી ઉછેર કરવામાં આવશે..

સોસાયટી માં ૨૫૦૦ થી વધુ વૃક્ષો ની હરિયાળી છે..

પાલનપુર ખાતે આવેલી બનાસકાંઠા જીલ્લા ની સૌથી મોટી ૩૧૨ બંગલા ધરાવતી સોસાયટી તિરુપતિ રાજનગર માં ૩૧૧ થી વધુ વૃક્ષો વાવવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે સૌથી વધુ વૃક્ષો ધરાવતી આ સોસાયટી માં ૨૫૦૦ થી વધુ વૃક્ષો વાવેલા છે અને દર વર્ષે ૩૦૦ વૃક્ષો વાવી વધુ હરિયાળી કરવામાં આવશે આ અંગે તિરુપતિ રાજનગર સોસાયટી ના પ્રમુખ મનોજભાઇ ઉપાધ્યાય એ જણાવ્યું હતું કે દરેક ઘર વર્ષે એક વૃક્ષ વાવી એનો ઉછેર કરવાની જવાબદારી લઈ કાર્ય કરે તેનું આયોજન કરવામાં આવ્યું છે તથા સોસાયટી માં પ્રયવરણ સમિતિ બનાવી કાર્ય કરવાનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમ માં સોસાયટી ના પ્રમુખ મનોજભાઇ ઉપાધ્યાય, મંત્રી યશવંત સિંહ વાઘેલા, ભાનુભાઇ રાઠોડ, મંદિર કમિટી ના ચેરમેન જયેશભાઈ પટેલ, પર્યાવરણ સમિતિ ના શ્રેયાન્સ ભાઈ તથા સોસાયટી ના રહીશો ઉપસ્થિત રહ્યા હતા..