સાયલાના ચોરવીરા ગામના અશ્વિનભાઇ બચુભાઇ મંદુરીયા અને બચુભાઈ નાનુભાઈ તથા કીશન ઉર્ફે કીશોર તથા ઉદેશ ઉર્ફે ઉદય તથા અજીત સીમ શાળા પાસે આવેલ વાડીમાં ખેતી કામ કરતા હતા. પરિવારજનોનો સંયુક્ત કૂવા ઉપર અમારી અલગ મોટર મૂકેલ હોય જેથી કપાસમાં પાણી વાળવાનું હોવાથી ચાલુ કરવા માટે અશ્વિનભાઇ કૂવા પાસે જતા હતા. દરમિયાન કાકા જોરૂભાઇ મંદુરિયાની મોટર ચાલુ હતી અને અશ્વિનભાઇ મોટર ચાલુ કરતા તેઓએ જોરુકાકા સહીયારા કૂવામાં તમારી મોટર મૂકી છે. તેમ કહેતા અશ્વિનભાઇ તમારો પાણીનો વારો પૂરો થઇ ગયો છે.અમારે કપાસમાં પાણી વાળવાનું છે તેમ કહીને જોરૂભાઇ ઉશ્કેરાઇ ગયા અને હાથમાં લોખંડનો પાઇપ લઇને અશ્વિનભાઇ મોઢાના ભાગે એક ઘા માર્યો હતો. વધુ માર મારે તે પહેલા બચુભાઇએ છોડાવ્યા હતા. આ સમયે કાકાના દીકરા દિનેશભાઇ, રસીકભાઇ અને જોરૂભાઇ ગાળો આપી મારી નાખવાની ધમકી આપી કૂવામાં નાખી દેવો છે તેમ કહીને જતા રહ્યા હતા. પાણી બાબતના કકળાટમાં સામે થયેલી ફરિયાદમાં જોરુભાઇની ભાગવા કૂવામાં મોટર ચાલુ હતી. દરમિયાન ઉદેશભાઇ બચુભાઇ તેની પાણીની મોટર ચાલુ કરી ગાળો આપી હતી.ગાળો બોલવાની ના પાડતા લોખંડનો પાઇપ લઇને બચુભાઇ તથા અશ્વિન પાઇપ અને કિશોર લાકડી લઇ આવ્યા. આ સમયે જોરુભાઇના પત્ની કાંતુબેન ઝઘડો ના કરે તે માટે જુદા પડાવતા પરંતુ અશ્વિન ઉશ્કેરાઇને કાંતુબેનને પાઇપનો ઘા મારતા ડાબા હાથે ઇજા થવાથી પડી ગયા હતા. પ્રતાપ વચ્ચે પડતા તેને પણ અશ્વિને પાઇપથી અને ઉદેશે લાકડીથી માર માર્યો હતો. રસીકભાઇ છોડાવવા વચ્ચે આવતા અશ્વિને પાઇપથી અને જોરુભાઇને કિશોર તથા ઉદેશે લાકડીથી માર માર્યો હતો અને જોરુભાઇના ભાઇ બચુભાઇએ મારી નાખવાની ધમકી આપી હતી. તમામ 4 ઇજાગ્રસ્તોને સારવાર માટે લઇ જવાયા હતા.
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं