તા.૧૯મી સપ્ટેમ્બર સુધીમાં જિલ્લા રોજગાર કચેરી ખાતેથી

દિવ્યાંગ પારિતોષિક ૨૦૨૨ના નિયત અરજીપત્રક મેળવી લેવા

અમરેલી, તા.૦૬ સપ્ટેમ્બર, ૨૦૨૨ (મંગળવાર) દિવ્યાંગ હોય તેવા કર્મચારીઓ, સ્વરોજગાર કરતા વ્યક્તિઓ તથા તેમને કામે રાખતા નોકરીદાતાઓ અને પ્લેસમેન્ટ ઓફિસરને પ્રોત્સાહિત કરવાના હેતુથી પ્રતિ વર્ષ દિવ્યાંગ પારિતોષિક આપવામાં આવે છે. વર્ષ-૨૦૨૨ની દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધામાં ભાગ લેવા માંગતા ઉમેદવારો આગામી તા.૧૯ સપ્ટેમ્બર,૨૦૨૨ સુધી આ પારિતોષિક સ્પર્ધા માટેના ફોર્મ ઓનલાઈન ડાઉનલોડ કરી શકે છે. ઉમેદવારો અરજી માટેનો નિયત નમૂનો રોજગાર ખાતાની વેબસાઈટ www.talimrojgar.gujarat.gov.in પરથી આ ફોર્મ ડાઉનલોડ કરી શકે છે અથવા જિલ્લા રોજગાર વિનિમય કચેરી, અમરેલી બહુમાળી ભવન, સી-બ્લોક પહેલા માળે, અમરેલી પરથી પણ મેળવી શકે છે. વધુ વિગતો માટે કોલ સેન્ટર નં.૬૩૫૭૩૯૦૩૯૦ પર સંપર્ક કરવો, તેમ અમરેલી જિલ્લા રોજગાર અધિકારીશ્રીની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.

રિપોર્ટર.. ભરતભાઇ ખુમાણ રાજુલા/અમરેલી