દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાટીયાની ગુજરાત સરકારશ્રી ગાંધીનગર માન્ય નવગુજરાત સંગીત વિદ્યાપીઠ દ્વારા શાસ્ત્રીય સંગીત, લોક સંગીત વગેરે લોક કલા સંસ્કૃતિનો નિષ્ઠાપૂર્વક પ્રચાર - પ્રસાર કરવામાં આવી રહ્યો છે. ગુજરાતના પ્રાચિન ભજનો, સંતવાણી કે જેમણે આ પવિત્ર સંસ્કાર સરવાણીને લોકહૃદયમાં વહેતી રાખવામાં પોતાની ગાયન ઉપાસના કરી છે. એવાં સંતવાણી આરાધક શ્રી મથુરભાઈ કણઝારીયાને ગુજરાત સરકારશ્રી ગાંધીનગરની માન્ય ભાટીયાની નવગુજરાત સંગીત વિદ્યાપીઠ દ્વારા તાજેતરમાં ગુજરાત સરકારશ્રીના રજિસ્ટર્ડ કલાકાર પરસોતમભાઈ જે. કછેટીયાના વરદ હસ્તે ભગવાનશ્રી દ્વારકાધીશનું સ્મૃતિ, સન્માનપત્ર સહ સાલ ઓઢાડી વિશેષ સન્માન કરવામાં આવ્યું આ તકે ભજન આરાધકશ્રી નાથા ભગતની પણ વિશેષ ઉપસ્થિતિ રહેલ ગુજરાત સરકારશ્રીના રજિસ્ટર્ડ કલાકાર (B.Ed. In Music) અધ્યક્ષશ્રી કમલેશભાઈ બથીયા તથા સંસ્થા સમિતિ દ્વારા ખૂબ ખૂબ અભિનંદન પાઠવેલ