પાટડી હોમગાર્ડ યુનિટમાં ફરજ બજાવતો 27 વર્ષનો યુવાન મહેશભાઈ પ્રતાપભાઈ ઝીંઝુવાડીયા હોમગાર્ડની નાઈટ ડ્યુટીમાં ફરજ પર હાજર હતો ત્યારે પાટડી પાંચાણી વાસના નાકે આવેલા રામદેવપીરના મંદિર પાસે મંદિરમાં સીરીઝનું કામ કરી રહેલા ઠાકોર સમાજના યુવાનો પાસે વાત કરવા ઉભો હતો. ત્યારે કાળા કલરની સ્કોર્પિયો ગાડીમાં આવેલા નાગરાજભાઈ સંગ્રામભાઇ ખાંભલા અને અશોકભાઈ હિંગોળભાઈ ખાંભલાએ ત્યાં ઉભેલા માણસોને ગાળો બોલવા લાગ્યા હતા.આથી હોમગાર્ડ જવાન મહેશભાઈ પ્રતાપભાઈ ઝીંઝુવાડીયાએ આ બંનેને ગાળો બોલવાની ના પડતા બંને જણાએ એકદમ ઉશ્કેરાઇ જઈને ફરજ બજાવી રહેલા હોમગાર્ડ જવાનને ગાળો આપી તને પીએસઆઇની હવા છે અને વર્ધીની હવા હોય તો કાઢી નાખજે એમ કહી ઢીંકાપાટુનો માર મારી ગાલ પર બેથી ત્રણ ફડાકા ઝીંકી દઈ હોમગાર્ડ જવાનનો શર્ટ પકડી ઉપરના બે બટન તોડી નાખવાની સાથે જતા જતા આ બાબતે જો પોલીસ ફરિયાદ કરીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી કાળા કલરની સ્કોર્પિયો ગાડીમાં જતા રહ્યા હતા. આ બાબતે પાટડી હોમગાર્ડ જવાન મહેશભાઈ પ્રતાપભાઈ ઝીંઝુવાડીયાએ પાટડીના નાગરાજભાઈ સંગ્રામભાઇ ખાંભલા અને અશોકભાઈ હિંગોળભાઈ ખાંભલા વિરુદ્ધ પાટડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પાટડી પોલીસે તપાસનો ધમધમાટ શરુ કર્યો છે. આ કેસની વધુ તપાસ પાટડી પીએસઆઇ ઝેડ.એલ.ઓડેદરા ચલાવી રહ્યાં છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
માનનીય વડાપ્રઘાનશ્રી Narendra Modi સાહેબ નું સુરતમાં હાર્દિક સ્વાગત,મેયરે આપ્યું આમઁત્રણ
માનનીય વડાપ્રઘાનશ્રી Narendra Modi સાહેબ નું સુરતમાં હાર્દિક સ્વાગત,મેયર હેમાલી બેન બોધાવાલા એ...
जिला कलक्टर श्री यादव ने किया कीटनोद स्वास्थ्य केंद्र का औचक निरीक्षण
जिला कलक्टर श्री यादव ने किया कीटनोद स्वास्थ्य केंद्र का औचक निरीक्षण..
मौसमी बीमारियों को लेकर...
કડવા પટેલ સમાજનું સ્નેહમિલન યોજાયું
કડવા પટેલ સમાજનું સ્નેહમિલન યોજાયું, રાજકીય આગેવાની ખાસ હાજર રહ્યા હતા
રાજકોટના ભાયાવદરમાં...
અમદાવાદના ઇસ્કોન જેવું સુરત માં અક્સ્માત ના આરોપીને જાહેર માં, જોવો લાઇવ video, #aiv #allindiavoice
અમદાવાદના ઇસ્કોન જેવું સુરત માં અક્સ્માત ના આરોપીને જાહેર માં, જોવો લાઇવ video, #aiv #allindiavoice