ડીસા તાલુકાના મુડેઠાના ટોલ પ્લાઝા નજીક જ નેશનલ હાઈવે 27 પર મસમોટા ખાડાઓ પડતા અકસ્માત થવાની ભિતી સેવાઇ રહી છે..

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

જેમાં નાના ટુ વ્હીલર અને ફોર વ્હીલર ગાડીઓ અવાર નવાર અકસ્માત નો ભોગ બની રહ્યા છે, નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા વાહન ચાલકો પાસે થી ડબલ ટોલ વસૂલ કરવામાં આવે છે, પરંતુ ખાડાઓ ના કારણે વારંવાર અકસ્માત થઇ રહ્યા છે, પણ વાહન ચાલકો ને ખાડાઓ દેખાતા નથી, દર ચોમાસામાં હાઇવે પર ખાડા પડતા વારંવાર પુરવામાં આવતા હોય છે, પણ હલકી ગુણવત્તા ને કારણે દર ચોમાસા માં ખાડા પડે છે, અને થીંગડા મારવામાં આવે છે..

અને ફરીથી ઉખડી જાય છે, વાહન ચાલકો ને છાશવારે અડચણ ઉભી થાય છે, અને અકસ્માત થાય છે, જેથી નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા ખાડાઓ પુરવામાં આવે તેવી લોકોની માંગ ઉઠી છે..