ડીસા રૂરલ પોલીસ સ્ટેશન તથા ડીસા દક્ષીણ પો.સ્ટે તથા થરાદ પો.સ્ટે વિસ્તારમાં વણશોધાયેલ ચોરીનો ભેદ ઉકેલી આરોપીને પકડી પાડી ચોરીમાં ગયેલ મુદામાલ રીકવર કરતી ડીસા રૂરલ, પોલીસ..

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

શ્રી ચિરાગ કોરડીયા, પોલીસ મહાનિરીક્ષક,સરહદી રેંજ કચ્છ-ભુજ તથા શ્રી અક્ષયરાજ, પોલીસ અધિક્ષક બનાસકાંઠા જીલ્લાનાઓ એ વણશોધાયેલ મિલ્કત સંબંધી ગુન્હાઓ સત્વરે શોધી કાઢવા સુચના કરેલ હોય જે અન્વયે, શ્રી સી.એલ. સોલંકી, નાયબ પોલીસ અધિક્ષક ડીસા વિભાગ નાઓના માર્ગદશન હેઠળ, શ્રી વી.જી. પ્રજાપતી, પોલીસ ઇન્સ્પેક્ટર ડીસા રૂરલ પોલીસ સ્ટેશન નાઓની રાહબરીમાં ડીસા રૂરલ પોલીસ સ્ટેશન ના પોલીસ અધિકારી/ કર્મચારીઓ માનવસ્ત્રોત, ટેકનિકલ સર્વેલન્સ, પોલીસ નાઈટ રાઉન્ડ પેટ્રોલીંગ વિગેરે કરી પ્રયત્નશીલ હતા..

ગત તા.૧૫/૧૦/૨૦૨૪ ના રોજ આ કામના ફરીયાદી સંજયભાર થી રૂપાભારથી ગૌસ્વામી નાઓ પોતાની માલીકી નુ મોટર સાયકલ રજી નં GJ 08AM6528 કિ.રૂ 30,000/-વાળુ ભોયણ ગામ પાસે પાર્ક કરી ગયેલ ત્યારે કોઈ અજાણ્યા ઈસમ ચોરી કરી લઈ ગયેલ હોઈ જે સબબ ડીસા રૂરલ પોલીસ સ્ટેશન ખાતે પાર્ટ A ગુ.ર.નં.૧૧૧૯૫૦૧૯૨૪૧૦૦૨/૨૦૨૪ બી.એન.એસ.કલમ ૩૦૩(૨) મુજબનો વણશોધાયેલ ચોરીનો ગુન્હો દાખલ થયેલ હતા. ગઈ તારીખ તા.૧૬/૧૦/૨૦૨૪ નારોજ શ્રી વી.જી. પ્રજાપતી, પો.ઈન્સ. ડીસા રૂરલ પો.સ્ટેનાઓને મળેલ બાતમી હકીકત તથા મિલ્કત સંબંધી ગુન્હોની ટેકનીકલ સર્વેલન્સ આધારે તેમજ માનવ સ્રોત આધારે પકડાયેલ ઈસમની પુછપરછ કરતા તેણે પોતે ઉપરોક્ત થયેલ ચોરી ની કબુલાત કરેલ તથા ડીસા દક્ષીણ પો.સ્ટે તેમજ તથા થરાદ પો.સ્ટે વિસ્તાર માં ચોરીમાં ગયેલ મોટરસાયકલ રજુ કરી ચોરીની કબુલાત કરતો હોઈ સદર આરોપીને ઉપરોક્ત ગુના કામે આગળની કાયદેસર કાર્યવાહી કરી ચોરીમાં ગયેલ મુદ્દામાલ નીચેની વિગતેના રજુ કરતા કબ્જે લઈ ડીસા રૂરલ પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલ એક વણશોધાયેલ ગુન્હાનો ચોરીનો ભેદ ઉકેલી કાઢેલ છે..

જે કામે મુદ્દામાલ રીકવર કરી વધુ તપાસ ડીસા રૂરલ પોલીસ સ્ટેશન ચલાવી રહેલ છે..

પકડાયેલ આરોપી:-

(૧) સુરેશકુમાર સાવલારામ સવજીજી પુરોહીત રહે. ભડવેલ તા.જી. સાંચોર (રાજસ્થાન)

શોધાયેલ ગુના - 

(૧) ડીસા રૂરલ પો.સ્ટે પાર્ટ A ગુ.ર.નં-૧૦૦૨/૨૦૨૪ 

(ર) ડીસા દક્ષીણ પો.સ્ટે પાર્ટ A ગુ.ર.નં- ૭૪૫/૨૦૨૪ ૩) થરાદ પો.સ્ટે પાર્ટ A ગુ.ર.નં -૮૩૪/૨૦૨૪

કબ્જે કરેલ મુદ્દામાલ :- 

(૧) હિરો કંપનીનુ સ્પે સ્પેંડર મોડલનુ રજી નં GJ08AM6528 તથા 

(૨) હિરો કંપનીનુ સ્પેંડર મોડલનુ રજી નં GJ08DA 7465 

(૩) હિરો કંપનીનુ સ્પેંડર મોડલનુ રજી નં GJ08DE3614

કામગીરી કરનાર અધિકારી ની વિગત

 વી.જી.પ્રજાપતી,પોલીસ ઈન્સ્પેક્ટર, ડીસા રૂરલ

પી.વી.ધોકડીયા,પો.સબ.ઈન્સ. ડીસા રૂરલ

 સંજયદાન,એ.એસ.આઈ., ડીસા રૂરલ

લાલજીભાઈ, હેડ કોન્સ., ડીસા રૂરલ 

વિજયસિંહ વાઘેલા,હેડ કોન્સ., ડીસા રૂરલ  

મુકેશભાઈ,પો.કોન્સ., ડીસા રૂરલ

અશોકભાઈ,પો.કોન્સ., ડીસા રૂરલ

 રમેશભાઈ,પો.કોન્સ., ડીસા રૂરલ

મનોહર સીહ,પો.કોન્સ., ડીસા રૂરલ

પ્રહલાદભાઈ,પો.કોન્સ., ડીસા રૂરલ