સુરેન્દ્રનગર નાં નુરેમોહમ્મદી સોસાયટી પાછળ આવેલ વિવેકાનંદ 3.બ્લોક નંબર 2 માં રહેતા સિનિયર સિટીઝન એવા ભાઇલાલભાઈ મોહનલાલ પરમાર ઉં.વ 84 વર્ષ અને તેમના વૃદ્ધ પત્ની રહે છે અને 2 દિવસ થી પુત્ર નાં ત્યાં ધાર્મિક પ્રસંગે ગયેલ અને ગત રાત્રી ના અરસા માં કોઈ અજાણ્યા તસ્કરોએ બંધ મકાન નો પાછળ નો દરવાજો તોડી ઘર ની બન્ને તિજોરી ઓ અને રસોડા નાં કબાટ માં રહેલ રોકડ એમ કુલ મળી સોના ચાંદી નાં દાગીના અને રોકડ રકમ ની મોટી માલ મત્તા ની ચોરી કરી ને તરખાટ મચાવ્યો છે.જોકે આ અંગે પોલીસ વિભાગને જાણ થતા તાત્કાલિક કોણે સુરેન્દ્રનગર સીટી પોલીસ મથકના પીઆઇ સહિતનો કાફલો ઘટના સ્તરે દોડી ગયો છે.આ મુદ્દે તપાસ કામગીરી હાથ ધરવામાં આવતા કુલ 14 તોલા સોનુ 20 તોલા જેટલી ચાંદી રોકડ રકમમાં 40,000 અને અન્ય મુદ્દામાલ ચોરી થયા હોવાનું સામે આવ્યું છે આ અંગે સુરેન્દ્રનગર સીટી પોલીસે ગુનો દાખલ કરી અને કાર્યવાહી હાથ ધરી છે ઉલ્લેખનીય છે કે ઘટનાને લઈને સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે પુત્રના ઘરે ધાર્મિક પ્રસંગમાં ગયેલા માતા-પિતાના ઘરે ચોરીનો બનાવ બનતા આ અંગે ઝાડ ભેગું હોવાનું પણ સામે આવી રહ્યું છે પોલીસ વિભાગે આ મુદ્દે કાર્યવાહી હાથ ધરી છે અને ડોગ સહિતની ટીમ નૂરે મહંમદી સોસાયટીમાં આવેલા વિવેકાનંદ નગર ત્રણ વિસ્તારમાં જ્યાં ચોરીની ઘટના બની છે ત્યાં લઈ જવામાં આવી છે હાલમાં ચોરીની ઘટનાને લઇ અને તસ્કરો જાણે બેફામ બન્યા હોય તેવું લાગી રહ્યું છે.