ગઇ તા.૩૦/૦૭/૨૩ નાં રોજ ઉપરોક્ત ગુનાને અંજામ આપી નાસી ગયેલ આરોપીની તપાસ કરનાર બી.એમ.વાળા, અનાર્મ એ.એસ.આઇ તથા સ્ટાફનાઓએ ચોરી થયેલ સ્થળ નજીકના સી.સી.ટી.વી કેમરાના ફુટેઝ તથા વાહનોના નંબરો પોકેટ કોપ મોબાઇલમાં સર્ચ કરી,તેમજ ખાનગી બાતમીદારો મારફતે આરોપી અંગે ચોકકસ બાતમી મેળવી, મોટરસાયકલ ચોરીના ગુનાને અંજામ આપનાર આરોપીને ચોરીમાં ગયેલ મોટર સાયકલ સાથે ગણતરીના દિવસોમાં પકડી પાડી મોટર સાયકલ ચોરીનો ભેદ ઉકેલેલ છે.

=ગુનાની વિગત -

ગઇ તા.૩૦/૦૭/૨૦૨૩ ના કલાક ૧૪/૦૦ થી ૧૪/૪૫ વાગ્યા દરમ્યાન ફરી.એ રાજુલા એસ.ટી વર્કશોપ પાછળ પોતાની બજાજ કંપનીની CT 100 મોડલની આર.ટી.ઓ.રજી.નં જીજે-૧૪-એ.આર-૩૮૪૬ ની મોટર સાયકલમાં પેટ્રોલ પુરાવી બપોરના આશરે અઢી વાગ્યે ફરી.એ પોતાના ઘરની બહાર શેરીમાં પાર્ક કરી રાખેલ

જે કોઇ અજાણ્યો ચોર ઇસમ ફરી.ની ઉપરોકત CT100 મોડલની આર.ટી.ઓ.રજી.નં.જીજે.-૧૪-એઆર-૩૮૪૬ કિ.રૂ.૩૦,૦૦૦/- ની ચોરી કરી લઇ જઇ ગુન્હો કરેલ હોય જે અંગે હિમતભાઇ ડાયાભાઇ રાઠોડ રહે.રાજુલા નાઓએ ફરીયાદ આપતા

રાજુલા પો.સ્ટે, એ- પાર્ટ ગુ.ર.નં.-૧૧૧૯૩૦૫૦૨૩૦ ૩૧૨/૨૦૨૩ આઇ.પી.સી. કલમ-૩૭૯ મુજબનો ગુનો રજી.થયેલ હતો.સદર ગુનાની આગળની તપાસ બી.એમ.વાળા અના.એ.એસ.આઇ.રાજુલા પો.સ્ટે.નાઓ ચલાવી રહેલ હતા.

→ પકડાયેલ આરોપીની વિગત-

મનિષકુમાર પૃથ્વીરાજભાઇ ગોસાઇ (ગીરી) ઉ.વ.૨૦, ધંધો.પ્રા.નોકરી, રહે.મુળ લૌલી પોખ્ખા, શિવપુર કૌહંદો બજાર,તા.પટી, જિ.પ્રતાપગઢ, હાલ રહે.રાજુલા ડોળીનો પટ, ભુતનાથ મંદિર પાસે, તા.રાજુલા,

– કબ્જે કરેલ મુદામાલ-

બજાજ કંપનીની 100 મોટર સાયકલ રજીસ્ટર નંબર જીજે-૧૪-એઆર-૩૮૪૬ કિ.રૂ.૩૦,૦૦૦/-

→ શોધાયેલ ગુન્હાઓ-

રાજુલા પો.સ્ટે ગુ.ર.નં.-૧૧૧૯૩૦૫૦૨૩૦૩૧૨/૨૦૨૩ આઇ.પી.સી. કલમ-૩૭૯ મુજબ  ગુન્હો રજીસ્ટર થયેલ હતો